
૨૪ તારીખ સુધી આગાહી! અમદાવાદમાં ધોધમાર વરસાદ, રિવરફ્રન્ટ પર ભરાયા પાણી વરસાદ પડતાં ખેલૈયા અને ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા છે
અમદાવાદ: આજે સવારથી શહેરમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. જ્યારે આજે બપોરે ફરી શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રિવરફ્રન્ટ પર ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. વરસાદ પડતાં ખેલૈયા અને ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા છે. બીજી બાજુ, હવામાન વિભાગ તરફથી પણ અમદાવાદ શહેર સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
નવરાત્રિ પહેલા અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી રિવરફ્રન્ટ રોડ પર પાણી ભરાયા છે. જાેધપુર, સેટેલાઇટ, એસ.જી હાઇવે પર પણ વરસાદ પડ્યો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં એક બાજુ નૈઋત્યના ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, ત્યારે ફરી એક વખત રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ સહિતના ઘણા એવા વિસ્તારોમાં એક લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની સાત દિવસની આગાહી સામે આવી છે. જેમાં આગામી ૭ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ આગામી ૩ દિવસ થન્ડર સ્ટોર્મની આગાહી છે. બીજી બાજુ, આજે શનિવારે સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.




