
Ahmedabad News :સર્વે દરમ્યાન જે ઘરોમાં શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવશે અને મચ્છરના બ્રિડિંગ મળે તો કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવશે.
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મેલેરીયા મુક્ત ગુજરાત ઉદેશ્યને સાકાર કરવા દર વર્ષે હાઉસ ટુ હાઉસ સર્વે દ્વારા સઘન ઝુંબેશ કરવામાં આવે છે. અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમારના માર્ગદર્શ હેઠળ અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની મેલેરીયા શાખાના સંકલનમાં રહી 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા વિરમગામ સહિત અમદાવાદ જીલ્લાના 464 ગામમાં 4 લાખથી વધુ ઘરોમાં એન.વી.બી.ડી.સી.પી. અંતર્ગત તારીખઃ 22 થી 30 એપ્રિલ 2024 દરમ્યાન સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવશે. આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં લોકોને વાહકજન્ય રોગ અટકાયતી પગલાઓ વિશે આઇ.ઇ.સી કરવામાં આવશે. સર્વે દરમ્યાન જે ઘરોમાં શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવશે અને મચ્છરના બ્રિડિંગ મળે તો કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવશે. જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ (એન.વી.બી.ડી.સી.પી) અંતર્ગત કામગીરી સઘન કરવામાં આવશે.