
૭૨ હજાર લોકોના રૂ.૬૭૮ કરોડ ચાંઉગુજરાતમાં ૯ મહિનામાં સાયબર ફ્રોડના ૧.૪૨ લાખ ફોન કોલ!સાયબર ક્રિમીનલ્સ માફિયાઓની જાળમાં ફસાઈ જનારાં લોકોને વિગતો આપવા કે ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરવામાં આવે છેઓનલાઈનના જમાનામાં સાયબર ક્રાઈમ નિરંકુશ બની ચૂક્યું છે. જનજાગૃતિના અનેક પ્રયાસો અને ઓનલાઈન ચીટિંગ કરતી અને ગુજરાત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેંગ પકડાવા છતાં ગુજરાતમાં સાયબર ક્રાઇમ અંકુશમાં આવી શક્યું નથી. વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના નવ જ મહિનામાં ગુજરાતના ૧.૪૨ લાખ લોકોને સાયબર ચીટિંગ કરતી ટોળકીઓએ ઠગાઈ માટે કોલ કર્યાં હતાં. આ લોકોમાંથી અડધા એટલે કે કુલ ૭૨,૦૬૧ નાગરિકોએ ૬૭૮ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ પૈકીના અડધોઅડધ લોકો યા તો છેતરાયા નથી અથવા તો મોટાભાગના કિસ્સામાં સમયસર નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ ૧૯૩૦ ઉપર ફોન કરી દેવાતા તેમના પૈસા સરકારી તંત્ર દ્વારા બચાવી લેવાયા છે. છતાં પૂરતી જાણકારીના અભાવે ગુજરાતના પોણો લાખ લોકો નવ જ મહિનામાં ૬૭૮ કરોડ જેવી તોસ્તાન રકમ ગુમાવી ચૂક્યા છે.ગુજરાત સી.આઈ.ડી. સાયબર સેલ અને તમામ જિલ્લાઓમાં કાર્યરત સાયબર સેલ થકી અન્ય રાજ્યો સાથે સંકલન કરીને સાયબર પણ સાયબર ક્રાઈમ નિરંકુશ રહ્યાનું ચિત્ર છે.
સાયબર ક્રિમીનલ્સ ટેકનોલોજી થકી માનવીય સાથે માહોલ સર્જીને છેતરપિંડીની માયાજાળ રચી રહ્યાં છે. કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યાં હતાં. અમદાવાદમાં નિવૃત્ત સરકારી કર્મચારી એવા વૃદ્ધને વોટ્સએપ દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી મોટા વળતરની લાલચ આપીને ૫૫ લાખની છેતરપિંડી કરવામાં આવી. તો ૬૨ વર્ષના વૃદ્ધને રોકાણની લિન્ક મોકલીને ૬૬ લાખની ઠગાઈ કરવામાં આવી હતી. ૪૬ વર્ષના એક યુવકને તમારા આધાર કાર્ડનો ઉપયોગ મુંબઈમાં થયો છે તેમ કહીને ૫૭ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યાં. દહેગામના એક ખેડૂતને ડિજિટલ એરેસ્ટ કરી ૪૫ લાખ સાયબર ગઠિયાઓ લઈ ગયાં. આ ખેડૂતને તેમના એકાઉન્ટમાં ખોટા પૈસા જમા થયાનું કહી મની લોન્ડરિંગ કેસનો મુંબઈ સીબીઆઈનો ડર બતાવીને ૪૫ લાખ પડાવી લીધા બાદ પોલીસનું એન.ઓ.સી. લઈ આવવા કહેવાયું હતું. વર્ષ ૨૦૨૫ દરમિયાન જ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરો ઉપરાંત અન્ય જિલ્લા કક્ષાના વિસ્તારો અને ગામડાંઓ સુધી સાયબર ચાંચિયાઓ પહોંચી ચૂક્યાં છે.સાયબર ક્રાઈમ રોકવા માટે જનજાગૃતિ કેળવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. છતાં સાયબર ક્રિમીનલ્સ બે ડગલાં આગળ હોય. તેમ નાગરિકો સાથે ઠગાઈની રમત સફળતાપૂર્વક રમી રહ્યાં છે. સાયબર ક્રિમીનલ્સ હવે ટેકનોલોજીના ઉપયોગ સાથે સોશિયલ એન્જિનિયરિંગ ટેક્ટીકનો ઉપયોગ કરી લોકોના વિશ્વાસનો દુરૂપયોગ કરીને ડર ઊભો કરવા સાથે જ માનવીય લાગણી સાથે રમત રમીને છેતરપિંડીની માયાજાળ રચે. છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, સાયબર ક્રાઈમ આચરતાં તત્ત્વો તાજેતરમાં જ નિવૃત્ત થયેલાં, ફોન દ્વારા કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવતાં મેસેજ ઉપર ભરોસો કરી લેનારાં લોકો આસાનીથી ટાર્ગેટ થાય છે. સાયબર ક્રિમીનલ્સ માફિયાઓની જાળમાં ફસાઈ જનારાં લોકોને વિગતો આપવા કે ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરવામાં આવે છે.




