
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જામનગર સ્થિત બાલા હનુમાન મંદિર ખાતે દર્શન કરીને દાદાને પ્રાર્થના કરવામાં આવી છે કે અરવિંદ કેજરીવાલજી તથા પાર્ટીના દરેક કાર્યકરને અધર્મ સામેની લડાઈમાં શક્તિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી છે. સાથે સાથે મહત્વપૂર્ણ વાત એ છે કે આગામી ત્રણ તારીખે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો પોતાના ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરશે, આસપાસના લોકોને જોડશે અને અસત્ય સામે સત્યના વિજય માટે પ્રાર્થના કરશે.
માનનીય અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત તમામ નેતાઓને ન્યાયાલયે નિર્દોષ જાહેર કર્યા છે અને આ સત્ય તથા ધર્મની જીત છે. અરવિંદ કેજરીવાલજીએ ઈમાનદારીનું મોડલ રજૂ કર્યું છે, મનીષ સિસોદિયાએ શિક્ષણ ક્ષેત્રે અને સત્યેન્દ્ર જૈને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરી ઉદાહરણ પૂરું પાડ્યું છે. માટે હવે દેશભરના લોકો પરંપરાગત રાજકારણથી કંટાળી હવે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2022ની ચૂંટણીમાં લાખો મતદાતાઓએ ઝાડૂના નિશાન પર મત આપી પરિવર્તન માટે સમર્થન વ્યક્ત કર્યું હતું. છતાં અરવિંદ કેજરીવાલજી અને અન્ય નેતાઓને કથિત ખોટા કેસોમાં ફસાવી જેલમાં રાખવામાં આવ્યા હતા.




