Savarkundla:સાવરકુંડલા આહીર સમાજ દ્વારા જન્માષ્ટમી એકદમ અનોખી રીતે, સંપૂર્ણ પણે સનાતન સંસ્કૃતિને અનુરૂપ ઉજવાઈ ગયોજન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર શ્રીકૃષ્ણ ભગવાનને પ્રિય એવા રાસનું આયોજન સાવરકુંડલા આહીર સમાજ દ્વારા કરવામાં આવેલ
ભાઈઓ અને બહેનો દ્વારા પરંપરાગત પોશાક અને ભાતીગળ અને ધાર્મિક ફ્લોટ સાથે લેવાયેલ રાસ – ગરબા ખૂબ જ રમણીય જોવા મળ્યા
સમગ્ર ભારતમાં ઉજવાતા કેટલાક સુંદર તહેવારોમાનો એક તહેવાર એટલે જન્માષ્ટમી તા. ૨૬/૦૮/૨૦૨૪ને સોમવારના રોજ સાવરકુંડલા આહીર બોર્ડિંગ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં શ્રી કૃષ્ણ ભગવાનના સુંદર મજાના શણગાર સાથે હિંડોળા દર્શન ખુલ્લા મુકવામાં આવેલ. જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર શ્રીકૃષ્ણ ભગવાનને પ્રિય એવા રાસનું આયોજન સાવરકુંડલા આહીર સમાજ દ્વારા કરવામાં આવેલ. ભાઈઓ અને બહેનો દ્વારા પરંપરાગત પોશાક અને ભાતીગળ અને ધાર્મિક ફ્લોટ સાથે લેવાયેલ રાસ – ગરબા ખૂબ જ રમણીય લાગતા હતા. રાસ ગરબાના આયોજન બાદ “જેના અન્ન ભેગા તેના મન ભેગા” એને સમસ્ત જ્ઞાતિજનોએ સાથે સમૂહ ફરાળ કરેલ. રાત્રે ૧૦:૩૦ વાગે શ્રી કૃષ્ણ ભગવાનની આરતી, ભજન- કીર્તન, ધૂન, સાંસ્કૃતિક કાર્યક્રમ, શ્રી કૃષ્ણ ભગવાન વિશે અનોખી જાણકારી વગેરેનું આયોજન કરવામાં આવેલ.
ત્યારબાદ ૧૨ વાગતા જ ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ. થાળી અને કૃષ્ણ શણગાર સાથે જાણે વૃંદાવન જેવું વાતાવરણ ઊભું થયેલ. કૃષ્ણ જન્મની ઉજવણી બાદ કૃષ્ણ સ્વરૂપ નાના બાળકો જે કૃષ્ણની વેશભૂષામાં આવેલ. તેમને ટોપલામાં લઈ જઈ દહી- હાંડી સુધી પહોંચાડવામાં આવેલ. ત્યાં બાળકોને યુવાનો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ સાથે થયેલ. ત્યારબાદ પંજરી અને માખણ મિસરીના પ્રસાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉલ્લાસમય બનેલ. આ કાર્યક્રમના સમૂહ ફરાળના દાતા શ્રી સંજયભાઈ કાતરિયા ( પ્રમુખશ્રી આહીર સમાજ સાવરકુંડલા) તથા શ્રી ધર્મેન્દ્રભાઈ કનાલા (ઉપપ્રમુખ શ્રી આહીર સમાજ સાવરકુંડલા) ડેકોરેશન અને સમીયાણાના દાતા શ્રી જયંતીભાઈ હડિયા (ખજાનચી શ્રી આહીર સમાજ સાવરકુંડલા) , ડીજેના દાતા શ્રી નિલેશભાઈ યાદવ તથા શ્રી કિશનભાઇ યાદવ(સભ્યશ્રી સાવરકુંડલા આહીર સમાજ સમિતિ), પ્રસાદીના દાતાશ્રી ઘનશ્યામભાઈ કળસરિયા હતા