
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.આણંદમાં ચાઈનીઝ દોરી સાથે ત્રણ શખ્સો ઝડપાયા.પોલીસે રૂ.૧.૪૪ લાખની કિંમતનો ચાઈનીઝ દોરીનો જથ્થો અને એક મોબાઈલ ફોન મળી રૂ ૧.૫૪ લાખના મુદ્દામાલ કબજે કર્યો.આણંદ શહેરમાં સલાટીયા ફાટક પાસે આણંદ એલસીબી પોલીસે રૂ.૧.૪૪ લાખની કિંમતનો ચાઈનીઝ દોરીનો જથ્થો અને એક મોબાઈલ ફોન મળી રૂ.૧.૫૪ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી આણંદ શહેર પોલીસમથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આગામી ઉત્તરાયણના તહેવારને લઈને આણંદ જીલ્લા પોલીસ અધિક્ષક જી.જી.જસાણીની સુચના અને માર્ગદર્શન હેઠળ આણંદ એલસીબી પોલીસના માણસો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની હેરાફેરી, સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિ અટકાવવા સારું પેટ્રોલીંગમાં હતા.
ત્યારે બાતમી મળી હતી કે, આણંદ શહેરમાં રોયલ પ્લાઝા અને આણંદ શહેરમાં વહોરા સોસાયટી ખાતે રહેતા બે શખ્સો અદનાન વહોરા અને રસીદશા દિવાન ભેગા મળી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો બહારથી વેચાણ કરવા માટે લાવેલ છે. જે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો આણંદ શહેરમાં સલાટીયા ફાટક પાસે આવેલ માહેરા રેસિડેન્સીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં છુપાવેલ છે.આણંદ એલસીબી પોલીસના માણસોએ મોડી રાત્રે આણંદ શહેરમાં સલાટીયા ફાટક પાસે આવેલ માહેરા રેસિડેન્સીની બાજુમાં બાતમી મુજબની ખુલ્લી જગ્યામાં છાપો માર્યાે હતો. આ વખતે સ્થળ પર હાજર ત્રણ શખ્સો પોલીસને જાેઈને ભાગવા જતા પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લઇ પૂછપરછ કરતાં પોતાનું નામ અદનાન અલ્તાફભાઈ વહોરા (રહે.આણંદ રોયલ પ્લાઝા, સો ફૂટ રોડ), રસીદશા મહેબુબશા દિવાન (રહે.આણંદ વહોરા સોસાયટી સો ફૂટ રોડ) અને સલમાન યુસુફભાઈ દરબાર (રહે.આણંદ અયાન પાર્ક, ભાથીજી મંદિર પાસે) હોવાનું જણાવ્યું હતું. એલસીબીની ટીમે ત્રણેય શખ્સોને સાથે રાખી તપાસ કરતા નજીકમાં જ અંધારામાં પ્લાસ્ટીકની સફેદ થેલીઓમાં પુઠાના કાર્ટુન પડેલા જાેવા મળ્યા હતા. સ્થળ પરથી પુઠાંના ૧૦ કાર્ટુન જેમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકીઓ નંગ-૪૮૦ જેની કિંમત રૂ.૧.૪૪ લાખ તેમજ અદનાન વહોરા પાસેથી એક મોબાઈલ ફોન મળી રૂ.૧.૫૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી બાબતે ત્રણેય શખ્સોની પ્રાથમિક પુછપરછ કરતા પંદર દિવસ પહેલાં અમદાવાદ શહેરના ઘી કાંટા વિસ્તારમાં એક અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યાની કબુલાત કરી હતી . જેથી આણંદ શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




