
રાજ્યના ૨૬ IAS અધિકારીઓની બદલી.૨૬ IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું.હવે તેમની બદલી કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.ગુજરાત સરકારે ૨૬ સિનિયર IAS અધિકારી બદલી કરી દીધી છે. સંજીવ કુમારની ઝ્રસ્ર્ંમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઇ છે તો તેઓ મુખ્ય સેક્રેટરી એમ.કે.દાસને રિલિવ કરશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ૨૬ IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
સંજીવ કુમાર,IAS ગુજરાત કેડરના ૧૯૯૮ બેચના અધિકારી છે. અત્યારે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. હવે તેમની બદલી કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
સંજીવ કુમાર (IAS ૧૯૯૮): વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હવે મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેઓ ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીનો વધારાનો હવાલો પણ સંભાળશે.
ડૉ. વિક્રાંત પાંડે (IAS ૨૦૦૫): તેઓની પદવી હવે મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે રહેશે. સાથે જ તેઓ માહિતી અને પ્રસારણ વિભાગનો વધારાનો હવાલો સંભાળશે.
અજય કુમાર (IAS ૨૦૦૬): ડેપ્યુટેશનથી પરત ફરતા તેમને મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) ના VC અને CEO નો વધારાનો ચાર્જ પણ સંભાળશે.
વિભાગીય સેક્રેટરીની બદલીની વિગતો રાજીવ ટોપનો (IAS ૧૯૯૬): સ્ટેટ ટેક્સ કમિશનરથી બદલી કરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
મુકેશ કુમાર (IAS ૧૯૯૬): શિક્ષણ વિભાગ(પ્રાથમિક અને માધ્યમિક) માંથી બદલી કરીને શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ) ના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુકાયા છે.
મિલિંદ તોરવણે (IAS ૨૦૦૦): પંચાયત અને ગ્રામીણ વિકાસમાંથી બદલી કરી શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક) ના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે.
અશ્વિની કુમાર (IAS ૧૯૯૭): રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગમાંથી બદલી કરી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક અપાઈ છે.
ડૉ. વિનોદ રાવ(IAS ૨૦૦૦): શ્રમ અને રોજગાર વિભાગમાંથી બદલી કરી વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા છે.
અંજુ શર્મા (IAS ૧૯૯૧): કૃષિ વિભાગના છઝ્રજી થી બદલી કરી સામાન્ય વહીવટ વિભાગ (પર્સનલ) ના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
ધનંજય દ્વિવેદી (IAS ૧૯૯૮): આરોગ્ય વિભાગમાંથી બદલી કરી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુકાયા છે.
અવંતિકા સિંઘ ઔલખ (IAS ૨૦૦૩): મુખ્યમંત્રીના વધારાના પ્રિન્સિપલ સેક્રેટરી પદેથી મુક્ત કરી GSPC ના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિમણૂક અપાઈ છે. તેઓ ગુજરાત ગેસ અને GSPC LNG નો વધારાનો હવાલો પણ સંભાળશે.
રાજકુમાર બેનીવાલ (IAS ૨૦૦૪): GMB ના CEO પદેથી બદલી કરી GNFC (ભરૂચ) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મુકાયા છે.
સંદીપ કુમાર (IAS ૨૦૦૨): કૃષિ વિભાગના સેક્રેટરીથી બદલી કરી નાણા વિભાગ (આર્થિક બાબતો) ના સેક્રેટરી બનાવાયા છે.
જેનુ દેવન (IAS ૨૦૦૬): સ્ટેમ્પ ડ્યુટી નિરીક્ષકથી બદલી કરી નાણા વિભાગ (ખર્ચ) ના સેક્રેટરી બનાવાયા છે. તેઓ u GUVNL ના MD નો ચાર્જ ચાલુ રાખશે.
લોચન સેહરા (IAS ૨૦૦૨): ડેપ્યુટેશનથી પરત ફરતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સેક્રેટરી તરીકે નિમણૂક પામ્યા છે.
મોહમ્મદ શાહિદ (IAS ૧૯૯૮): સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હવે આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી સોંપાઈ છે.
અરુણ કુમાર સોલંકી (IAS ૧૯૯૦): તેઓ અત્યાર સુધી ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનમાં MD હતા. હવે તેમને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સેક્રેટરી (છઝ્રજી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વેરહાઉસિંગ કોર્પોરેશનનો વધારાનો ચાર્જ પણ સંભાળશે.
રમેશચંદ મીના (IAS ૧૯૯૭): તેઓ બંદર અને પરિવહન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી હતા, ત્યાંથી તેમની બદલી કરી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે.
રાજેશ માંઝુ (IAS૨૦૦૪): તેઓ મહેસૂલ નિરીક્ષણ કમિશનરતરીકે કાર્યરત છે. તેમને હવે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશનનો વધારાનો હવાલો સોંપાયો છે.આરતી કુંવર (IAS ૨૦૦૧): તેઓ નાણા વિભાગમાં આર્થિક બાબતોના સેક્રેટરી હતા. તેમની બદલી કરીને અમદાવાદ ખાતે મુખ્ય સ્ટેટ ટેક્સ કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
હરીત શુક્લા (IAS ૧૯૯૯): તેઓ મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)) તરીકે કાર્યરત છે. તેમને હવે બંદર અને પરિવહન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
ડૉ. સંધ્યા ભુલ્લર (IAS ૨૦૦૩): કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ (ડ્ઢીॅેંટ્ઠંર્ૈહ) પરથી પરત ફરતા તેમને આરોગ્ય અને તબીબી સેવાઓના કમિશનર તરીકે ગાંધીનગર ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ડૉ. રાજેન્દ્ર કુમાર (IAS ૨૦૦૪): તેઓ પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગના સેક્રેટરી હતા, ત્યાંથી બદલી કરી તેમને પરિવહન કમિશનર (ગાંધીનગર) બનાવવામાં આવ્યા છે.
ડૉ. કુલદીપ આર્ય (IAS ૨૦૦૯): તેઓ ધોલેરા SIR (DICDL) ના CEO હતા. હવે તેમની નિમણૂક પ્રવાસન, દેવસ્થાન અને નાગરિક ઉડ્ડયન વિભાગના સેક્રેટરી તરીકે કરવામાં આવી છે. તેઓ ધોલેરા SIR નો વધારાનો હવાલો પણ ચાલુ રાખશે.
હર્ષદકુમાર આર. પટેલ (IAS ૨૦૦૫): તેઓ આરોગ્ય કમિશનર હતા, જેમને હવે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સેક્રેટરી તરીકે બદલી આપવામાં આવી છે.
ડૉ. રાહુલ બી. ગુપ્તા (IAS ૨૦૦૪): તેઓ ક્લાયમેટ ચેન્જ વિભાગમાં સેક્રેટરી હતા. હવે તેમને રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે. તેઓ ક્લાયમેટ ચેન્જ વિભાગનો વધારાનો હવાલો પણ સંભાળશે.




