
હવામાન વિભાગની આગાહી.૪૮ કલાક બાદ ગુજરાત પર ત્રાટકશે હાડ થીજવતી ઠંડી.૧૦ ડિગ્રી સાથે દાહોદ અને ડાંગ સૌથી ઠંડુગાર : અન્ય શહેરોનો પણ પારો ગગડ્યો : રાજ્યમાં ઠંડીનો ચમકારો.હાલ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના સામાન્ય તાપમાનમાં ૨ થી ૭ ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદના તાપમાનમાં ૨ ડિગ્રીનો વધારો થતા ૧૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો કચ્છના નલિયામાં ૧૪.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં ૧૪.૪ ડિગ્રી, જ્યારે સુરતમાં ૧૯. ૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં એક જ દિવસમાં ૬ ડિગ્રી, જયારે ભુજમાં ૭ તાપમાન ઊંચું નોંધાયું છે. રાજકોટમાં ૧૬.૨ ડિગ્રી અને ભુજમાં ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, આગામી ૭ દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉતરપૂર્વ પૂર્વના પવન ફૂંકાશે. આગામી ૪૮ કલાક તાપમાન યથાવત રહેશે. પરંતું ૪૮ કલાક બાદ ૨ થી ૩ ડિગ્રી તાપમાન ઘટશે. આજે સૌથી ઠંડુ શહેર અમરેલી રહ્યું. અમરેલીનું લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી નોંધાયું. અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતોની નવી આગાહી કહે છે કે, ઉત્તરીય પ્રદેશોમાં પશ્ચિમ ન આવવાના કારણે ઠંડી પડી રહી નથી. પરંતું આવું લાંબો સમય નહિ રહે. કારણ કે, ગુજરાતમાં ફરીથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તારીખ ૨૨, ૨૩, ૨૪ ડિસમેબરમાં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે. આ તારીખોમાં રવિ પાક માટે ઠડી સારી રહેશે તેવું કહી શકાય. અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં માવઠાની આગાહી કરાઈ છે. તેમણે કહ્યું કે, ૨૧ ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે. વાદળો અવાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે.
દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ ૨૧ અને ૨૨ ડિસેમ્બરના રોજ માધ્યમ કક્ષાના પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે. જાન્યુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે વધુ ઠંડી અનુભવાશે. રાતનું તાપમાન ઠડું રહેશે. નવી આગાહી કહે છે કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે. કેટલીક જગ્યા કરા પડવાની શક્યતાઓ રહેશે. ફેબ્રુઆરી માર્ચ એપ્રિલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતા રહેશે.




