
મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો ર્નિણય.સરકારી શાળાના બાળકોને અપાશે સંગીતની આંતરરાષ્ટ્રીય તાલીમ.તાલીમ મેળવનારા તમામ ૧,૬૯૨ વિદ્યાર્થીઓને સંગીત શીખવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ કિટ આપવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સ્કૂલ બોર્ડ અને જાપાનની જગવિખ્યાત મ્યુઝિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ કંપની ‘યામાહા‘ (Yamaha) વચ્ચે એક મહત્વપૂર્ણ એમઓયુ (MoU – મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ) કરવામાં આવ્યા છે.
આ ભાગીદારી હેઠળ, મ્યુનિસિપલ શાળાઓમાં ભણતા સામાન્ય પરિવારના બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તરની સંગીત તાલીમ મેળવવાની સુવર્ણ તક સાંપડશે.
આ અનોખી પહેલના પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદની ૨૪ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ શાળાઓના કુલ ૧,૬૯૨ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ મ્યુઝિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય હેતુ બાળકોમાં ભણતરની સાથે-સાથે કલા અને સંગીતના કૌશલ્યનો વિકાસ કરવાનો છે, જેથી તેઓ વૈશ્વિક મંચ પર પણ પોતાની પ્રતિભા દર્શાવી શકે.
તાલીમ મેળવનારા તમામ ૧,૬૯૨ વિદ્યાર્થીઓને સંગીત શીખવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ કિટ આપવામાં આવશે. આ કિટ અંતર્ગત દરેક બાળકને સંગીત શીખવા માટેનું આધુનિક ‘રેકોર્ડર‘ (મ્યુઝિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ) અને સ્પેશિયલ ‘બુક સેટ‘ તદ્દન મફત આપવામાં આવશે. AMC ની આ નવીન કવાયતથી સરકારી શાળાઓના સ્તરમાં મોટો સુધારો જાેવા મળશે અને બાળકોનો સર્વાંગી વિકાસ શક્ય બનશે.





