
બે મોટા શહેરો વચ્ચે દોડશે નવી લોકલ ટ્રેનઆજથી રાજકોટ-પોરબંદરની મુસાફરી માત્ર ૪૫ રૂપિયામાંમનસુખ માંડવિયાએ નવી લોકલ ટ્રેનને લીલી ઝંડી આપીસૌરાષ્ટ્રના બે મોટા શહેરોના નાગરિકોને રેલવેએ આજે મોટી ભેટ આપી છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો શરૂ કરાઈ છે.
રાજકોટ-પોરબંદર લોકલ સ્પેશિયલ ટ્રેન યાત્રાનો આજથી શુભારંભ કરાયો છે.
આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, સાંસદ રામભાઈ મોકરિયા તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાયો હતો.
રાજકોટથી પોરબંદર વચ્ચે બે ટ્રેનોને લીલીઝંડી આપવામાં આવી હતી. રાજકોટ અને પોરબંદર ઉપરાંત સૌરાષ્ટ્રના મુસાફરોને માત્ર ૪૫ રૂપિયામાં જવા માટે ટ્રેન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ બંને ટ્રેનો આવતીકાલ એટલે કે ૧૫ નવેમ્બરથી શરૂ થશે અને રાજકોટ-પોરબંદર માત્ર ૪૫ રૂપિયામાં મુસાફરી કરી શકાશે. આ બંને લોકલ ટ્રેનો હોવાથી ગોંડલથી લઈને રાણાવાવ સુધીના તમામ સ્ટેશનોને પણ આવરી લેવાશે. જાે કે, પૈકી એક ટ્રેન દરરોજ જ્યારે બીજી સપ્તાહમાં ૫ દિવસ ચાલશે.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અયોધ્યા અને હરિદ્વાર માટે ટ્રેનની માંગ કરી રહ્યા છીએ. સાંસદ અને મંત્રી મનસુખ માંડવીયાને અપીલ કરી કે, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને અમારી રજુઆત પહોંચાડજાે. અમદાવાદ સુધી આવતી હરિદ્વારની ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવે તો પણ સૌરાષ્ટ્રના લોકોને યાત્રાધામ માટે ફાયદો મળશે. આ બાદ હળવા અંદાજમાં રામભાઈ મોકરિયાએ કહ્યું કે, મીડિયા મને ટોણો મારે છે કે રામભાઈનું ઉપજતું નથી.




