
Gujarat News: આણંદ જિલ્લાના કરમસદ અને તારાપુર ખાતે ગત રોજ ધો.૧૨માં ભૂગોળ વિષયની પરીક્ષા દરમ્યાન અનઅધિકૃત વ્યક્તિ દ્વારા માસ કોપી કરાવવામાં આવી રહી હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ ખંડ નિરિક્ષક સહિતના પાંચ કર્મચારીઓને આજે ગાંધીનગરનું તેડું આવ્યું હતું અને તમામને ગાંધીનગર ખાતે બોલાવી પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીએ ગત રોજ કરમસદ ખાતે આવેલ સરદાર પટેલ વિદ્યામંદિરની ઓચિંતી મુલાકાત લીધી હતી જેમાં જ્યારે તેઓ પરીક્ષા ખંડ ખાતે પહોંચ્યા ત્યારે દરવાજા નજીકથી એક વ્યક્તિ કંઈ લખાવી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. જો કે તેઓને જોતા જ આ વ્યક્તિ દોડીને બહાર જતો રહ્યો હતો.