
૭ ડિસેમ્બરે ઉજવાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ.BAPS સંસ્થા અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન.સાબરમતીના પાણી પર તરતી ૭૫ દિવ્ય હોડીઓ લાખો ન્ઈડ્ઢ લાઈટ્સની ઝગમગશે : દરેક હોડી પર એક અમૃત સૂત્ર.સનાતન સંસ્કૃતિના ધ્વજવાહક તરીકે જાણીતી વિશ્વભરમાં ૧૨૦૦થી વધુ મંદિરો રચનાર BAPS સંસ્થા આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ ઉજવવા જઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજે BAPS નું પ્રમુખ પદ સંભાળ્યા તેને ૭૫ વર્ષ પૂર્ણ થતા, અમદાવાદના રિવરફ્રન્ટ પર પ્રમુખવર્ણી અમૃત મહોત્સવનું ગૌરવશાળી આયોજન કરાયું છે.
અમદાવાદ ૭ ડિસેમ્બરના ઐતિહાસિક દિવસે સાબરમતીના કિનારે રચાશે ભક્તિનો મહાસાગર. BAPS સંસ્થાના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખપદના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ ભવ્ય, દિવ્ય અને નવ્ય કાર્યક્રમનું નામ છે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ.
સાબરમતીના પાણી પર તરતી ૭૫ દિવ્ય હોડીઓ લાખો LED લાઈટ્સની ઝગમગ…અને દરેક હોડી પર ચમકશે એક અમૃત સૂત્ર…ભાગવત, ગીતા, વચનામૃત, રામચરિતમાનસ અને મહાભારતમાંથી પસંદ કરાયેલા ૭૫ જીવન મંત્રો…આ દૃશ્ય જાેઈને આંખો અને મન બંને થીજી જશે.
મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. BAPS ના વર્તમાન વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.
વિશ્વના ૩૦થી વધુ દેશોમાંથી એક લાખથી વધુ સ્વયંસેવકો અને હરિભક્તો અમદાવાદ પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર ૨૦થી ૩૦ ટકા ટ્રાફિક વધવાની શક્યતા છે. ફ્લાઈટના ભાડામાં રોકેટની જેમ ઉછાળો આવે તો નવાઈ નહીં. ૩૦થી વધુ દેશોમાંથી ૧ લાખથી વધુ સ્વયંસેવકો, હરિભક્તો પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર ૨૦થી ૩૦ ટકા ટ્રાફિક વધવાની શક્યતા છે
આ એ જ BAPS સંસ્થા છે…જેણે વિશ્વમાં ૧૨૦૦થી વધુ શિખરબંધ મંદિરો બનાવ્યા…વ્યસનમુક્તિ, પરિવાર એકતા, સમાજસેવા, શિક્ષણ, આરોગ્ય સહિત દરેક ક્ષેત્રમાં અજાેડ યોગદાન આપ્યું છે…આજે કરોડો લોકોના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજનો પ્રકાશ પ્રગટે છે.આધ્યાત્મિક ઉજવણીનો આ મહોત્સવથી આખું અમદાવાદ જાણે વિશ્વનું સૌથી મોટું હરિમંદિર બની જશે…આ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સનાતન સંસ્કૃતિની ઉજ્જ્વલ વારસાગાથા અને પ્રમુખ સ્વામી મહારાજના ૭૫ વર્ષના અમૃત સમર્પણને સમર્પિત છે.




