Gujarat News: પૂર્વ ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ પહેર્યા બાદ પોરબંદરમાં તેમના સમર્થકો દ્વારા કોંગ્રેસ છોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્યના સમર્થનમાં 75 જેટલા મુખ્ય હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધી છે.
મોટાભાગના આગેવાનોએ કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું હતું
અર્જૂન મોઢવાડિયાના સમર્થનમાં જીલ્લા અને શહેર કોંગી પ્રમુખ,યુથ કોંગ્રેસ પ્રમુખ સહીત મોટાભાગના આગેવાનોએ કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ હવે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના જીલ્લા પ્રમુખ તથા ગુજરાત પ્રદેશ પ્રમુખના મહામંત્રી કિશન રાઠોડે કોંગ્રેસના તમામ હોદ્દાઓ તથા પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યુ છે.
આ ઉપરાંત શહેર,જીલ્લા એનએસયુઆઇના પ્રમુખો તથા તેની ટીમના તમામ હોદ્દેદારો અને કોલેજ ટીમના હોદ્દેદારોએ સંગઠનમાંથી સામૂહીક રાજીનામા આપી દીધા છે. કીશન રાઠોડે કોંગ્રેસના રાજયના પ્રદેશપ્રમુખ શક્તિસીંહ ગોહીલને રાજીનામું આપીને જણાવ્યું છે કે, પોતે છેલ્લા 12 વર્ષથી કોંગ્રેસની વિધાર્થીની પાંખ એનએસયુઆઈના સંગઠનમાં જીલ્લામાં તેમજ ગુજરાત પ્રદેશમાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. હંમેશા કોઈપણ કાર્યમાં સક્રિયતા દાખવી પુરુ યોગદાન આપવા પ્રયાસ કર્યો છે પરંતુ આજે પોરબંદર કોંગ્રેસમાં જે સ્થિતિ ઉદભવી છે તેમાં કયાંકને કયાંક કોંગ્રેસનું મોડવડી મંડળ તેમજ ગુજરાત કોંગ્રેસનુ નેતૃત્વ છે.
પક્ષમાં વફાદારી તરીકે કામ કરતા કાર્યકર્તાનો કોઈપણ અભિપ્રાય જાણ્યા વગર કોઇ પણ સ્થાનિક નિર્ણયો કરવામાં આવે છે
પક્ષમાં વફાદારી તરીકે કામ કરતા કાર્યકર્તાનો કોઈપણ અભિપ્રાય જાણ્યા વગર કોઇ પણ સ્થાનિક નિર્ણયો કરવામાં આવે છે. જેથી તમામ હોદાઓ પર થી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં જીલ્લા, શહેર કોંગ્રેસના હોદેદારોની સાથે એનએસયુઆઈની પણ સમગ્ર ટીમ ભાજપમાં જોડાય તેવી પૂરી શક્યતાઓ છે. કોંગ્રેસ બાદ વિદ્યાર્થી પાંખના સામુહિક રાજીનામાંના પગલે રાજકીય ગરમાવો આવ્યો છે.