
બેંક દ્વારા NPA નિયમોનું ઉલ્લંઘનઅર્બન કો-ઓપરેટિવ બેંકને RBI ના આદેશોનું પાલન ન કરતા ૨.૫ લાખનો દંડબેંક દ્વારા આપવામાં આવેલો નોટિસનો જવાબ રિઝર્વ બેંકને સંતોષજનક ન જણાતા બેંક સામે આખરે કડક નાણાકીય પગલાં લેવામાં આવ્યા છભારતીય રિઝર્વ બેંક (RBI) એ સહકારી બેંકો પર નિયમનકારી દેખરેખ વધુ કડક બનાવી છે. આ જ ક્રમમાં મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક પર ફરી એકવાર ૨.૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા આ પગલું બેંક દ્વારા તેના આદેશોનું અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની જાેગવાઈઓનું સતત પાલન ન કરવા બદલ લેવામાં આવ્યું છે, જે બેંકિંગ વ્યવસ્થામાં ગંભીર ચિંતાનો વિષય છે.આ દંડનું મુખ્ય કારણ એ છે કે બેંકના અધિકારીઓએ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) ને લગતા રિઝર્વ બેંકના નિયમોનું યોગ્ય રીતે પાલન કર્યું ન હતું. તપાસમાં એવું બહાર આવ્યું હતું કે બેંકમાંથી લોન લેનારા કેટલાક ખાતાઓને નિયમો મુજબ NPA તરીકે જાહેર કરવા જાેઈતા હતા, તેમ છતાં તેને બતાવવામાં આવ્યા ન હતા. આ પ્રકારે ખાતાઓના અકસ્માત વર્ગીકરણમાં ગરબડ કરવા બદલ રિઝર્વ બેંકે બેંકને નોટિસ આપી હતી. બેંક દ્વારા આપવામાં આવેલો નોટિસનો જવાબ રિઝર્વ બેંકને સંતોષજનક ન જણાતા બેંક સામે આખરે કડક નાણાકીય પગલાં લેવામાં આવ્યા છે.
મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકનો આરબીઆઈ દ્વારા દંડ ફટકારવાનો આ પહેલો કિસ્સો નથી. બેંકનો ભૂતકાળ નિયમોના ઉલ્લંઘનથી ભરેલો રહ્યો છે. ભૂતકાળમાં જુલાઈ, ૨૦૨૪ માં પણ બેંકને ૫.૯ કરોડનો મોટો દંડ કરવામાં આવ્યો હતો.૨૦૧૮ માં બેંકને બે મુખ્ય કારણોસર દંડ ફટકારાયો હતો. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સગાં-સંબંધીઓને નિયમોનું ઉલ્લંઘન કરીને લોન આપવામાં આવી હતી.તે સમયે પણ બેંકના અકસ્માત વર્ગીકરણમાં ગરબડ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બેંક દ્વારા સાયબર સિક્યુરિટી માટે પૂરતા પગલાં ન લેવા બદલ પણ અગાઉ દંડ કરવામાં આવ્યો હતો. આ વારંવારના દંડ સૂચવે છે કે બેંકના વહીવટીતંત્ર દ્વારા આરબીઆઈના નિયમો અને બેન્કિંગ ધારાધોરણોનું પાલન કરવામાં સતત બેદરકારી દાખવવામાં આવી રહી છે. રિઝર્વ બેંકનો આ દંડ તેના ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને સહકારી બેંકિંગ ક્ષેત્રમાં શિસ્ત અને પારદર્શિતા જાળવી રાખવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.




