
રસોડામાં ગંદકીથી બદબુ, અપૂરતા પાણી મુદ્દે ભારે હોબાળોવડોદરામાં સમરસ હોસ્ટેલમાં તેલમાં ભેળસેળ જાેવાયોરસોઈમાં વપરાતા સીંગતેલના ડબ્બામાં અન્ય કંપનીનું તેલ અને પાણી ડબ્બામાં મિક્સ કરતાવડોદરા સમા વિસ્તારમાં આવેલ સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ભોજનની સામગ્રીમાં નિયત કંપનીના બદલે અન્ય કંપનીની ચીજ વસ્તુઓ તથા સાફ-સફાઈ અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતું હોવાના મુદ્દે અગાઉની રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા ગઈ મોડી રાત્રે કડકડતી ઠંડીમાં રોડ પર ઉતરી આવીને મેનેજમેન્ટ સામે ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન માલ સામાન ભરીને આવેલા ટેમ્પો ડ્રાઇવરને આડે હાથ લઈ લઈ રોષ ઠાલવ્યો હતો. ડ્રાઇવરના મોબાઈલથી કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરતા સામે છેડેથી કોઈ યોગ્ય પ્રત્યુતર મળતો ન હોવાથી વિદ્યાર્થીઓએ વધુ રોષે ભરાઈને ભારે સૂત્રોચાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સમા વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટેની સમરસ હોસ્ટેલ આવેલી છે. આ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રસોઈ બાબતે રોટલી માટે પેકિંગમાં આવતા ચોક્કસ કંપનીના ગુણવત્તા યુક્ત લોટના બદલે અન્ય જુદી જુદી કંપનીઓના લોટ મોકલાતા હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા છે. જેથી વિદ્યાર્થીઓ અવારનવાર માંદગીમાં સપડાતા હોય છે. આવી જ રીતે રસોઈમાં વપરાતા સીંગતેલના ડબ્બામાં અન્ય કંપનીનું તેલ અને પાણી ડબ્બામાં મિક્સ કરતા હોવાના અનેકવાર કિસ્સા વિદ્યાર્થીઓએ રંગે હાથ જાેયા હતા આ ઉપરાંત રસોડામાં પણ ભારે ગંદકીના કારણે દુર્ગંધ ફેલાતી હોવાના પણ આક્ષેપો કરાયા હતા. આવી જ રીતે ટોયલેટ બાથરૂમમાં પણ નાહવા અને શૌચ જતી વખતે કેટલીવાર પાણી વગર હેરાન પરેશાન થવાનો કેટલાય વિદ્યાર્થીઓને વારો આવ્યો છે. ગઈ રાત્રે ગઈ રાત્રે માલ સામાન તથા ચીજ વસ્તુઓ ભરીને આવેલા આઇસર ટેમ્પો ચાલકને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આડે હાથ લીધો હતો. ટેમ્પો ડ્રાઇવર પાસેથી ગાંધીનગર સ્થિત કોન્ટ્રાક્ટરનો નંબર માંગવામાં આવ્યો હતો. જ્યાં સામે છેડેથી જાતજાતના બહાના બનાવીને ફોન વારંવાર કાપી નાખવામાં આવતો હતો. પરિણામે વિદ્યાર્થીઓ વધુ ઉશ્કેરાયા હતા. સીંગતેલના ડબ્બામાં અન્ય કંપનીનું અન્ય તેલ અને પાણી ભરવામાં આવતા વિદ્યાર્થીઓએ રંગે હાથ પકડ્યાનું પણ પૂછતાછમાં જણાવ્યું હતું. જાેકે રસોઈ રસોડાની ગંદકી સહિતના અન્ય પ્રશ્નો બાબતે અગાઉ લેખિત જાણ કરવા છતાં પણ પ્રત્યુતર મળ્યો નથી. આ ઉપરાંત આજે જ્યારે માલ સામાન ભરીને ટેમ્પો ડ્રાઇવર આવ્યો ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ પણ હાજર ન હતી. આમ સમરસ બોયઝ હોસ્ટેલનું તંત્ર ખાડે ગયું હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા ભારે સૂત્રોચાર કર્યો હતો. સીંગતેલના ડબ્બામાં પાણી સહિત અન્ય ભળતું તેલ મિક્સ કરવા બાબતે રંગે હાથ પકડાઈ જતા ફરજ પરના કર્મીઓએ જણાવ્યું હતું કે અમારે પણ બે પૈસા કમાવવા માટે આવી ભેળસેળ કરવી પડે છે તેઓ પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો.




