
ઇન્સ્પેક્શન કામગીરી શરૂ.સુભાષ બ્રિજ ૨૫ ડિસેમ્બર સુધી રહેશે સંપૂર્ણપણે બંધ.જાહેર જનતાને આ સમયગાળા દરમિયાન અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજને ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ સુધી જાહેર જનતાની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો ર્નિણય AMC ના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. તારીખ ૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં નુકસાન માલૂમ પડ્યા બાદ સલામતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો.
હાલમાં ગુજરાત સરકારના ઇશ્મ્ ડિઝાઇન સર્કલ અને AMCની R&B પેનલ થયેલ સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટ્સ સાથે મળીને બ્રિજની ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર જનતાને આ સમયગાળા દરમિયાન અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
સુભાષ બ્રિજનું વધુ સઘન નિરીક્ષણ અને ટેસ્ટિંગ કરવાની જરૂરિયાત જણાતા હવે આ કામગીરી અનુભવી તજજ્ઞોને સોંપવામાં આવી છે. હાલમાં SVNIT (સુરત) દ્વારા બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત, બ્રિજના ફાઉન્ડેશનની ચકાસણીનું કામ નિષ્ણાતો દ્વારા પ્રગતિમાં છે. આગામી સમયમાં આ બ્રિજનું વિસ્તૃત ઇન્સ્પેક્શન Œ RLM મુંબઈ અને IITરૂડકી સહિત અન્ય બ્રિજ નિષ્ણાતો પાસેથી પણ કરાવવામાં આવનાર છે. AMC ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ સુધી આ સઘન અને વિસ્તૃત તપાસ પૂર્ણ કરીને બ્રિજની સલામતી અંગે ર્નિણય લેશે, ત્યાં સુધી જાહેર જનતાએ આ બંધની નોંધ લેવા વિનંતી છે.




