
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
મુસ્લિમ બિરાદરો માટે રમઝાન માસનું ખૂબ મહત્વ છે.નાનાથી લઈને મોટા સૌ રમઝાન માસના આખા મહિનાના રોઝા રાખીને અલ્લાહની બંદગી કરે છે.સુરતના બડેખાચકલા ચાર રસ્તા પાસે રહેતા યાસ્મીન અને શોએબ મેમણ ની સાત વર્ષ અને ત્રણ માસની પુત્રી આયેશા પૂરા રમઝાન માસના રોઝા રાખીને અલ્લાહની બંદગી કરી છે.




