(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ ધ્વારા કર્મચારીઓના પ્રશ્નો જેવા કે ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલ કર્મચારીઓના વારસદારોને રહેમરાહે નોકરી, સ્વૈચ્છીક નિવૃત્તિ, દવા બાબત તેમજ સુરત મહાનગરપાલિકાએ ખોટી રીતે યુનિયન ઓફિસના મધ્યરાત્રિએ તાળાં તોડી કબજા લઈ લેવા ના વિરુધ્ધમાં તા.૩૦/૧૧/૨૦૨૬ ના રોજ સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે ધરણાં કાર્યક્રમ રાખવામા આવેલ હતો તે ધરણાં કાર્યક્રમ અનિવાર્ય સંજોગોને કારણે મુલતવી રાખવામા આવેલ છે. એમ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવે એક નિવેદનમાં જણાવ્યુ છે.




