
Gujarat News: પોલીસ ખાતામાં સબ ઈન્સ્પેક્ટરના વિવિધ વર્ગોની ભરતી પરીક્ષામાં સરકારે ફેરફારો કર્યા છે, જે પ્રમાણે ત્રણની જગ્યાએ માત્ર બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. એટલે કે પહેલાં સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં શારીરિક કસોટી પછી પ્રિલીમ અને મુખ્ય પરીક્ષા લેવાતી હતી પરંતુ હવે શારીરિક કસોટી પછી સીધી મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.
હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે
પહેલા સબ ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટીમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે પરંતુ તેના કોઈ ગુણ આપવામાં આવશે નહી. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જેને રદ કરવામાં આવ્યું છે.