
પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અમદાવાદ, રાજકોટ,વડોદરા RTO બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી પોલીસ દ્વારા બોમ્બ-ડોગ સ્કવોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી અમદાવાદ, રાજકોટ અને વડોદરા RTO બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બપોરે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. ધમકી મળતા તમામ ઇ્ર્ં ખાલી કરાવવામાં આવ્યા હતા. અધિકારીઓ-કર્મચારી, અજરદારોને બહાર કઢાયા હતા. હાલમાં તમામ RTO પોલીસ દ્વારા બોમ્બ-ડોગ સ્કવોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ટેસ્ટ માટે આવેલા અરજદારોને બહાર કઢાયા હતા.
પોલીસે અફવાથી દૂર રહેવા લોકોને અપીલ કરી હતી. અગાઉ કોર્ટ, સ્કૂલો, એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. પોલીસ તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ધમકીભર્યા ઈમેઈલના કારણે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી, જેના કારણે અરજદારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ધમકીની જાણ થતાં જ અમદાવાદ RTO પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સંભવિત જાેખમને ટાળવા માટે તાત્કાલિક કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને વિવિધ કામકાજ અર્થે આવેલા અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટ્રેક પર ટેસ્ટ આપવા આવેલા અનેક ઉમેદવારોની કામગીરી પણ અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી અને સલામતી ખાતર તેમને પરત મોકલી દેવાયા હતા.
રાજકોટની RTO કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઈને RTO કચેરી ખાલી કરાવવામાં આવી છે અને બોમ્બ-ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી છે. ડોગ સ્ક્વોડની મદદથી RTO કચેરીના દરેક રૂમ, લોબી, પાર્કિંગ એરિયા અને ટ્રેક વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદની અનેક શાળાઓ, કોલેજાે, પાસપોર્ટ ઓફિસ તેમજ ગ્રામ્ય કોર્ટને પણ આ પ્રકારે બોમ્બની ધમકીઓ મળી ચૂકી છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ સુરત RTO તકેદારીના ભાગરૂપે તપાસ હાથ ધરવામાં આવી હતી. SOG દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જાેકે સુરત SOG અત્યારસુધી ધમકી ભર્યો કોઈ મેઈલ મળ્યો નથી. છતાં ર્જીંય્એ તકેદારીના ભાગરૂપે તપાસ શરૂ કરી હતી.





