
Rajkot News: રાજકોટ જિલ્લાના પડધરીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે. રાજકોટના એક પરિવારમાં માતા, પિતા અને પુત્ર દ્વારા પડધરીમાં રિક્ષામાં બેસીને દવા પીને આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટથી 25 કિમી દૂર પડધરીના રામપર ગામ પાસે સરકારી જમીન પર એક મહિલા અને બે પુરૂષોના મૃતદેહ હોવાની માહિતી મળતાં આજે સવારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટનાની તપાસ દરમિયાન નજીકમાં જ ઝેરી દવાની બોટલ મળી આવી હતી. જેમાં ત્રણેય મૃતકોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ઘટના સ્થળેથી એક રિક્ષા પણ મળી આવી છે અને આ ત્રણેય લોકો રિક્ષામાં રાજકોટથી પડધરી પહોંચ્યા હોવાનું મનાય છે. રાજકોટથી પડધરી પહોંચ્યા બાદ રાત્રે એક મહિલા સહિત ત્રણ લોકોએ એકસાથે ઝેર પીને આપઘાત કર્યો હોવાનું મનાય છે. એક જ પરિવારના ત્રણ સભ્યો હતા. જેમાં કાદર ભાઈ મુકાદમ, ફરીદા બેન કાદર ભાઈ મુકાદમ, આસીફ મુકાદમના મોત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
