
Vadodara Lok Sabha Election : આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો તેમજ વાઘોડિયા સહિત 5 વિધાનસભા બેઠકો પર ચૂંટણી માટે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મતદાન કરવાની આપણી નૈતિક ફરજ હોવા છતાં કેટલાક લોકો મતદાનથી અળગા રહે છે. આવા નાગરિકો માટે પાદરાનો એક પરિવાર પ્રેરણારૂપ છે. જેમાં પત્નીનું અવસાન થતાં સ્મશાન યાત્રા અટકાવીને પતિ પોતાની બે પુત્રીઓ સાથે મતદાન કરીને નાગરિક ધર્મ નિભાવ્યો છે.
હકીકતમાં પાદરા તાલુકાના મોભા ગામમાં રહેતા કનુભાઈ ભાવસારના પત્ની સરોજબેનનું ડાયાબિટીશના કારણે માત્ર 35 વર્ષની વયે અવસાન થયું હતુ. જેના પગલે ઘરમાં શોકનો માહોલ હોવા છતાં અગ્નિ સંસ્કાર અગાઉ કનુભાઈ પોતાની બે પુત્રીઓ સાથે મતદાન કરવા મથક પહોંચ્યા હતા. જ્યાં તેમણે મતદાન કરીને નાગરિક ધર્મ નિભાવીને અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી.