
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
છગનભાઈ સોલંકી એ અખિલ ભારતીય સફાઈ મઝદુર કોંગ્રેસના આગેવાન તરીકે વર્ષો સુધી સેવા બજાવી હતી. તેઓએ ૧૯૬૦ થી સમાજના જરૂરિયાતમંદ બાળકોને પાઠ્યપુસ્તક અને નોટબુક પૂરી પાડતા હતા. વડોદરા શહેરના વાલ્મીકિ સમાજના સામાજિક કાર્યકરો અંબાલાલ મોતીલાલ સોલંકી મોરખલા, દલપતસિંહ સોલંકી ગોત્રી, મગનભાઈ દેસાઇ વડોદરા, વડોદરા જિલ્લાના પીઢ સામાજિક કાર્યકર, સોમાભાઈ કાલીદાસ સોલંકી, રશ્મિકાંત શંકરલાલ વૈષ્ણવ,મણીલાલ સોલંકી વિગેરે સામાજિક કાર્યકરો વડોદરા શહેર અને જિલ્લાના વાલ્મીકિ સમાજના ઉત્થાન માટે અને સમાજના વિકાસ માટે સારી કામગીરી બજાવી હતી તેમ છતાં છગનભાઈ સોલંકી ખૂબ જ આગળ પડતી ભૂમિકા ભજવી રહ્યા હતા. ૫૦ થી ૮૦ ના ગાળામાં તેઓએ વડોદરા શહેરમાં અનેક મોટા-મોટા સંમેલનો અને મિટિંગો કરી સમાજ જનજાગૃતિ માટેના પ્રયાસો કરતાં હતા. તેઓના દુ:ખદ અવસાનથી ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજના તેમજ ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવે તેઓના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. જગતનિયંતા પરમેશ્વર તેઓના આતમાંને ચીર શાંતિ આપે એ માટે ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજના મહામંત્રી કાંતિભાઈ સોલંકી વિગેરેએ શ્રધ્ધાંજલિ પાઠવી છે. એને તેઓના પરિવાર ઉપર આવી પડેલ આફતને સહન કરવાની શક્તિ આપે તે માટે જગત નિયંતા પરમેશ્વરને પ્રાર્થના કરી છે.





