
ખાતરની હાજરીથી ફૂડ પોઈઝનિંગની ભીતિ.રેલવે સ્ટેશન પર ગંભીર સમસ્યા, પ્લેટફોર્મ પર ખાતરના કારણે ઘઉંનું અનલોડિંગ અટક્યું.આ ઘઉં જ્યારે બજારમાં જાય ત્યારે તેના ઉપયોગથી ફૂડ પોઈઝનિંગ (ઝેરી અસર) થવાનો ગંભીર ભય છે.ડીસા રેલવે સ્ટેશન પર ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા લાવવામાં આવેલા ઘઉંના જથ્થાને ઉતારવામાં ગંભીર મુશ્કેલી ઊભી થઈ છે, જેના કારણે ઘઉંનું અનલોડિંગ અટકાવી દેવામાં આવ્યું છે. સમસ્યા એ છે કે રેલવે પ્લેટફોર્મ પર પહેલેથી જ ખાતરનો મોટો જથ્થો ઉતારેલો છે.
FCI ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આ પ્લેટફોર્મ પર ઘઉં ઉતારવાની ના પાડી દીધી છે.કોન્ટ્રાક્ટરના દાવા મુજબ, ટ્રેનમાંથી ઘઉં ઉતારતી વખતે અંદાજે ૮ થી ૧૦ ટન જેટલો માલ પ્લેટફોર્મ પર ઢળતો હોય છે. ઘઉં અને ખાતર (ફર્ટિલાઇઝર) મિક્સ થવાની સંભાવના હોવાથી, આ ઘઉં જ્યારે બજારમાં જાય ત્યારે તેના ઉપયોગથી ફૂડ પોઈઝનિંગ (ઝેરી અસર) થવાનો ગંભીર ભય છે.
FCI ના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ આ બાબતે રેલવે તંત્રને લેખિત રજૂઆત કરી હોવા છતાં, આજદિન સુધી રેલવે દ્વારા ખાતર હટાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.FCI ના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સ્પષ્ટ માંગ છે કે, “પહેલાં ખાતર હટાવો અને પ્લેટફોર્મ સાફ કરો, પછી જ ઘઉં ઉતારવામાં આવશે.” રેલવેની બેદરકારી અને ખાતરની હાજરીને કારણે, જાહેર આરોગ્યનું જાેખમ ઊભું થયું છે અને ઘઉંનો જથ્થો રેલવે સ્ટેશન પર અટકી પડ્યો છે. આ અંગે તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે.




