Beauty Tips: આઇબ્રો થ્રેડિંગ પછી સામાન્ય રીતે મહિલાઓને ખંજવાળ અને બળતરાની ફરિયાદ વધારે રહેતી હોય છે. કેટલીક મહિલાઓને આ સમસ્યા વધારે થતી હોય છે. લાંબા સમય સુધી અનેક લોકોને રેડનેસની તકલીફ વધારે રહેતી હોય છે. એવામાં આઇબ્રો થ્રેડિંગ કરાવ્યા પછી તમે આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખતા નથી તો અનેક સમસ્યાઓ વધી જાય છે. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જે તમે પ્રોપર રીતે ફોલો કરશો તો આઇબ્રો થ્રેડિંગ કરાવ્યા પછી કોઇ તકલીફ નહીં થાય.
આઇબ્રો થ્રેડિંગ પછી આ કામ કરવાનું ટાળો
- આઇબ્રો થ્રેડિંગ કરાવ્યા પછી 20 મિનિટ સુધી ચહેરા પર પાણી અડાડશો નહીં.
- 20 મિનિટ સુધી ગેસ આગળ જશો નહીં. આ સાથે બીજી કોઇ પણ ગરમ વસ્તુ આગળ જવાનું ટાળો. આમ કરવાથી બળતરા અને ખંજવાળ વધારે આવે છે. આ સાથે રેડનેસની સમસ્યા પણ વધી જાય છે.
- આઇબ્રો થ્રેડિંગ પછી ચહેરા પર સાબુ લગાવશો નહીં. સાબુ લગાવવાનું ટાળો.
- મેક અપ કરશો નહીં.
- આઇબ્રો થ્રેડિંગ કરાવ્યા પછી તડકામાં જશો નહીં. તમે આ સમયે તડકામાં જાવો છો તો ખંજવાળ તેમજ રેડનેસની સમસ્યા વધી જાય છે. તડકામાં જવાથી બળતરા પણ વધારે થાય છે. આ માટે ડાયરેક્ટ તડકામાં જશો નહીં.
જાણો આઇબ્રો થ્રેડિંગ પછી આઇબ્રો પર શું લગાવશો?
- આઇબ્રો થ્રેડિંગ કરાવ્યા પછી આઇબ્રો અને આસપાસની સ્કિન પર ગુલાબ જળ લગાવો.
- ત્યારબાદ એલોવેરા જેલ અને ચંદનનો લેપ લગાવી શકો છો. એલોવેરા જેલ અને ચંદનનો લેપ ઠંડો હોય છે જે તમારી સ્કિનમાં થતી બળતરા અને ખંજવાળમાંથી રાહત અપાવે છે. એલોવેરા જેલમાં તમે ચંદનનો પાવડર મિક્સ કરી લો. હવે આ પેસ્ટને લગાવો 20 મિનિટ માટે રહેવા દો. પછી પાણીથી મોં ધોઇ લો.
- આઇબ્રો થ્રેડિંગ કરાવ્યા પછી તમે નારિયેળ તેલ લગાવો. નારિયેળ તેલ લગાવવાથી ખંજવાળ અને રેડનેસની સમસ્યા ઓછી થઇ જાય છે. ખંજવાળ અને રેડનેસની સમસ્યા તમને વધારે થાય છે તો તમારા માટે નારિયેળ તેલ અસરકારક છે.
- કોટનના રૂમાલમાં આઇસ ક્યૂબ્સ મુકીને 5 મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી રાહત થઇ જશે. આ સાથે ખંજવાળ પણ નહીં આવે.