
Beauty News : આપણે આપણા ચહેરા અને હાથની ત્વચાનું જેટલું ધ્યાન રાખીએ છીએ, તેટલુ ધ્યાન આપણે આપણા પગનું નથી રાખી શકતા. ખાસ કરીને પગના નખને આપણે ઘણીવાર અવગણીએ છીએ. આવી સ્થિતિમાં તે ડ્રાય, રફ અને નિર્જીવ દેખાય છે. જો નખની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો, તે માત્ર બગડશે જ નહીં પરંતુ ઈન્ફેક્શન પણ થઈ જાય છે. તેથી પગના નખને યોગ્ય રીતે સાફ કરવા ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને પગના નખને મજબૂત અને સુંદર બનાવવાની ખૂબ જ સરળ રીત જણાવીશું.