ઉપવાસ સાબુદાણાની તમે અનેક વાનગીઓ ખાધી હશે. આજે સાબુદાણાના પરાઠા કેવી રીતે બનાવવા તેની રેસિપી આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે.
સાબુદાણાના પરોઠા બનાવવાની સામગ્રી
- સાબુદાણા,
- પાણી,
- બટાકા બાફેલા,
- સેંધા નમક,
- શેકેલું જીરું,
- લીલા મરચા,
- શેકેલી મગફળી,
- કોથમીર,
- બટર,
- તેલ.
સાબુદાણાના પરોઠા બનાવવાની રીત
સ્ટેપ- 1
સૌપ્રથમ સાબુદાણાને ધોઈ અને 4 કલાક માટે પલાળ્યા બાદ પાણી નિતારીને પેપર નેપકીન પર કોરા કરી લો.
સ્ટેપ- 2
હવે એક બટાકાને બાફીને તેની છાલ ઉતારીને મેશ કરી લો
સ્ટેપ- 3
હવે એક મિક્સિંગ બાઉલમાં સાબુદાણા, છીણેલ આદુ, લીલા ધાણા, મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરો.
સ્ટેપ- 4
હવે આ મિશ્રણને લોટની જેમ તેલવાળા હાથ કરી મસળીને આરા લોટની મદદથી પરોઠા વણી લો.
સ્ટેપ- 5
હવે નોનસ્ટિક તવા ઉપર બટર લગાવી બંને બાજુ પરાઢાને શેકી લો. પરોઠા ઉપર થોડું લાલ મરચું કે જીરા પાઉડર સ્પ્રિંકલ કરીને દહીં કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.