Health News: હાઇ બ્લડ પ્રેશરને એક રીતે સાઇલેન્ટ કિલર માનવામાં આવે છે. અનેક લોકો આ બીમારીને ગંભીરતાથી લેતા નથી, પરંતુ શરીરને અનેક રીતે નુકસાન પહોંચે છે. ખરાબ લાઇફ સ્ટાઇલ, ભાગદોડ ભરી જીંદગી, વધારે મીઠાનું સેવન, પાણી ઓછુ પીવાની આદત, કોલેસ્ટ્રોલ, સ્ટ્રેસ, કિડની અને લિવરનું ફંક્શન નોર્મલ રીતે ના થવુ, ઓછી ઊંઘ, ગુસ્સો તેમજ હાઇ બ્લડ પ્રેશરનો શિકાર બની જાવો છો. આમ, તમે સમયે સારવાર કરતા નથી તો હાર્ટ એટેક પણ આવી શકે છે. હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાનો સંકેત તમને આવી જાય છે. આ સંકેત તમે સમયે ઓળખી લો છો તો સરળતાથી કંટ્રોલમાં કરી શકો છો. તો જાણો આ સંકેતો વિશે જે સવારમાં ઉઠતાની સાથે નજર આવે છે.
આ સંકેતો ઓળખી લો
ચક્કર આવવા
સવારમાં ઉઠતાની સાથે તમને ચક્કર આવે છે તો સમજી લો કે તમારું બ્લડ પ્રેશર વધી ગયુ છે. આ સમયે ડોક્ટરનો સંપર્ક કરો.
વધારે તરસ લાગવી
સવારમાં ઉઠીને અનેક લોકોને પાણીની તરસ વધારે લાગતી હોય છે. તમે સવારમાં ઉઠો છો અને મોં સુકાઇ જાય છે તો તમારે ડોક્ટરને બતાવવું જોઇએ.
હાઇ બ્લડ પ્રેશરનું એક લક્ષણ વધારે તરસ લાગવી અને મોં સુકાવુ છે. આ માટે દરરોજ સવારમાં ઉઠતાની સાથે આ સમસ્યા થાય છે તો તમે ડોક્ટરનો સંપર્ક કરો.
ઉલટી થવી
સામાન્ય રીતે અનેક લોકોને એસિડિટીની સમસ્યા વધારે થતી હોય છે. સવારમાં ઉઠતાની સાથે તમને એસિડિટી અને ઉલટી જેવી તકલીફ થાય છે તો તમે ડોક્ટરનો સંપર્ક કરો કારણકે આ હાઇ બ્લડ પ્રેશરનું લક્ષણ છે.
ધૂંધળુ દેખાવુ
તમે સવારમાં ઉઠો ત્યારે તમને ઘૂંધળુ દેખાય છે તો તમે ડોક્ટરનો સંપર્ક કરો. આમ વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો આ વાતને ઇગ્નોર કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે તમને આ સમસ્યા થાય છે તો તમે મોડુ કર્યા વગર જલદી ડોક્ટરનો સંપર્ક કરો. જો તમે આ વાતને ઇગ્નોર કરો છો તો તકલીફ વધી શકે છે.