
છ વર્ષ પછી ચૂંટણી પંચે પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરી સક્રિય કરીબિહાર ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા માટે નાણાં, દારૂ અને માદક પદાર્થોના ઉપયોગ પર અંકુશ મૂકી શકાશબિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે છ વર્ષ પછી પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરીથી સક્રીય કરી છે. જેના કારણે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા માટે નાણાં, દારૂ અને માદક પદાર્થોના ઉપયોગ પર અંકુશ મૂકી શકાય તેમ ચૂંટણી પંચના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે મલ્ટી ડિપાર્ટમેન્ટલ કમિટી ઓન ઇલેક્શન ઇન્ટેલિજન્ટની બેઠક શુક્રવારે દિલ્હીમાં યોજાઇ હતી. આ અગાઉ આ સમિતિની અંતિમ બેઠક ૨૦૧૯માં મળી હતી. બેઠકમાં વિભિન્ન એન્ફોર્સમેન્ટ એજન્સીઓ અને કેન્દ્રીય પોલીસ દળોની રણનીતિને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર, ચૂંટણી કમિશનર એસ એસ સંધુ અને વિવેક જાેશી હાજર રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે આ મલ્ટી ડિપાર્ટમેન્ટલ કમિટી ઓન ઇલેક્શન ઇન્ટેલિજન્સને વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી પહેલા બનાવવામાં આવી હતી. ૨૦૧૪થી ૨૦૧૯ની વચ્ચે આ સમિતિ સમયે સમયે સક્રીય રહી જાે કે ત્યારબાદ ઔપચારિક બેઠકો થઇ ન હતી.
જાે કે એજન્સીઓ પરસ્પર સમન્વય બનાવી ચૂંટણી દરમિયાન ધન શક્તિ પર નજર રાખતી રહી હતી. ઉલ્લેખનીય છે કે આ સમિતિમાં ૧૭ વિભાગ અને એજન્સીઓ સામેલ છે. જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્ટનો સમાવેશ થાય છે.




