
હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું : નીતિશ કુમાર.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આપશે રાજીનામું.બે દાયકાથી મેં પૂર્ણ નિષ્ઠાથી તમારી સેવા કરી : નીતિશ કુમાર.બિહારના મુખ્યમંત્રી તથા JDU ના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું છે કે હું રાજ્યસભાનો સદસ્ય બનવા માંગુ છું. રાજ્યની નવી સરકારને મારું સમર્થન અને માર્ગદર્શન રહેશે.
નોંધનીય છે કે થોડા મહિના અગાઉ જ બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડના ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી હતી. જે બાદ નીતિશ કુમાર જ ફરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. જાેકે છેલ્લા ૨ દિવસથી તેવી અટકળો ચાલી રહી હતી કે તેઓ રાજીનામું આપી શકે છે. એવામાં આજે સવારથી જ નીતિશ કુમારના ઘરની બહાર જેડીયુના કાર્યકરોનો જમાવડો જાેવા મળી રહ્યો હતો.
એવામાં સવારે લગભગ ૧૧ વાગ્યે નીતિશ કુમારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું કે, છેલ્લા બે દાયકાથી તમે લોકોએ સતત મારા પર વિશ્વાસ કર્યો. મેં બિહારના લોકોની પૂર્ણ નિષ્ઠાથી સેવ કરી છે. સંસદીય જીવનની શરૂઆતથી જ મારી ઇચ્છા હતી કે હું બિહારમાં વિધાનસભા અને વિધાનપરિષદ તથા સંસદમાં પણ બંને ગૃહનો સભ્ય બનું. આ જ ક્રમમાં હવે હું રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું. તમારો અને મારો સંબંધ ભવિષ્યમાં પણ બન્યો રહેશે. નવી સરકારને મારું માર્ગદર્શન રહેશે.
નીતિશ કુમાર: રાજકીય સફર
૧૯૭૪: જેપી આંદોલન દ્વારા રાજકારણમાં પ્રવેશ
૧૯૮૫: પહેલીવાર બિહાર વિધાનસભામાં હરનોત બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા
૧૯૮૯: પહેલીવાર લોકસભામાં ચૂંટાયા અને જનતા દળના સચિવ બન્યા
૧૯૯૪: લાલુ પ્રસાદ યાદવ સાથે મતભેદ થતાં જનતા દળથી અલગ થઈને જ્યોર્જ ફનાર્ન્ડિસ સાથે સમતા પાર્ટીની સ્થાપના કરી
૧૯૯૮ – ૨૦૦૪: અટલ બિહારી વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી, કૃષિ મંત્રી જેવા મહત્ત્વના પદો સંભાળ્યા
૩ માર્ચ, ૨૦૦૦: પહેલીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા, પરંતુ બહુમતી ન હોવાથી માત્ર ૭ દિવસમાં રાજીનામું આપવું પડ્યું
૨૦૦૩: સમતા પાર્ટીનું શરદ યાદવની જનતા દળમાં વિલીનીકરણ થયું અને જનતા દળ (યુનાઇટેડ) – JD(U) અસ્તિત્વમાં આવી
૨૦૦૫: ભાજપ સાથે ગઠબંધન કરીને પૂર્ણ બહુમતી સાથે બીજી વાર CM બન્યા
૨૦૧૦: ભારે બહુમતી સાથે સતત ત્રીજી વાર CM પદે પરત ફર્યા
૨૦૧૩: નરેન્દ્ર મોદીને PM પદના ઉમેદવાર જાહેર કરાતા ભાજપ સાથે ૧૭ વર્ષ જૂનું ગઠબંધન તોડ્યું
૨૦૧૪: લોકસભા ચૂંટણીમાં પરાજય નૈતિક જવાબદારી સ્વીકારી ઝ્રસ્ પદેથી રાજીનામું આપ્યું અને જીતન રામ માંઝીને ગાદી સોંપી
૨૦૧૫: લાલુ યાદવની RJD અને કોંગ્રેસ સાથે મળીને ‘મહાગઠબંધન‘ બનાવ્યું અને ફરી CM બન્યા
૨૦૧૭: ભ્રષ્ટાચારના મુદ્દે RJD સાથે છેડો ફાડ્યો અને ફરી ભાજપ સાથે મળીને સરકાર બનાવી
૨૦૨૦: NDA ગઠબંધનમાં રહીને સાતમી વાર ઝ્રસ્ તરીકે શપથ લીધા
૨૦૨૨: ફરી એકવાર પલટી મારીને ભાજપનો સાથ છોડ્યો અને RJD સાથે મળીને સરકાર બનાવી
૨૦૨૪: લોકસભા ચૂંટણી પહેલા ફરી ભાજપ સાથે જાેડાઈને NDAસરકારના સીએમ તરીકે નવમી વાર શપથ લીધા
૨૦૨૫ (બિહાર વિધાનસભા ચૂંટણી): નીતિશ કુમારે પોતાની પકડ જાળવી રાખી અને ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રી બનીને ઇતિહાસ રચ્યો




