
૧૦ મહિનાની સિક્યોરિટી પણ આપવાની બેંગલુરુમાં ભાડે ખાલી ફ્લેટ જાેવા માટે એક ભાડું આપવાનું શહેરની વધતી વસ્તી, આઈટી જાેબ્સ અને સ્ટડન્ટ્સના કારણે ફ્લેટ્સની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે
આઈટી હબ બેંગલુરુમાં ભાડાનું મકાન શોધવું હવે નાની વાત રહી નથી. શહેરની વધતી વસ્તી, આઈટી જાેબ્સ અને સ્ટડન્ટ્સના કારણે ફ્લેટ્સની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે. પણ સપ્લાઈ ઓછી છે. આ જ કારણથી મકાન માલિક મનમાની રીતે નિયમ લગાવી રહ્યા છે.
હાલમાં જ રેડિટ પર એક ભાડુઆતે પોતાની સ્ટોરી શેર કરી છે, જેણે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે. શખ્સે જણાવ્યું કે, જ્યારે તે બેંગલુરુમાં એક ઘર જાેવા ગયો તો ત્યાં ખાલી તેને ફ્લેટ જાેવા માટે એક મહિનાનું ભાડું આપવા માટે કહેવાયું. આ સાંભળતા જ તે ત્યાંથી ફ્લેટ જાેયા વિના નીકળી ગયો. હવે આ અનુભવ વાયરલ થઈ રહ્યો છે.
શખ્સે રેડિટ પર લખ્યું કે તે બેંગલુરુમાં એક ફ્લેટ જાેવા માટે ગયો હતો. મકાન માલિકે દરવાજાે ખોલ્યો અને કહ્યું કે જાેવું હોય તો પહેલા એક મહિનાનું એડવાન્સ ભાડું આપી દો. ભાડુઆતે કહ્યું કે તે ખાલી જાેવા આવ્યો છે, હજુ બુકીંગ નથી કરી રહ્યો, પણ આ સાંભળતા જ મકાન માલિકે સ્પષ્ટ ના પાડી દીધી, એડવાન્સ વિના ઘર પણ નહીં જાેઈ શકો. શખ્સે કહ્યું કે એ તો ખાલી ઘર જાેવા માગતો હતો, બુકિંગનો ર્નિણય તો બાદમાં કરવાનો હતો, પણ માલિક માન્યો નહીં અને દરવાજાે બંધ કરી દીધો. ભાડુઆતને એમ જ પાછા ફરવું પડયું. આ પોસ્ટ થતાં જ રેડિટ થ્રેડમાં અસંખ્ય કોમેન્ટ આવવા લાગી. એક યુઝર્સે લખ્યું કે અહીં તો પહેલા મહિનાનું ભાડું +૧૦ મહિનાનું સિક્યોરિટી ડિપોઝિટ+ બ્રોકરેજ માગે છે. હવે જાેવા માટે પણ એડવાન્સ? બીજાએ કહ્યું કે, બેંગલુરુમાં ભાડુઆત બનવું મુશ્કેલ થતું જાય છે.
આ પોસ્ટ બાદ કેટલાય લોકોએ પોતાની કહાનીઓ શેર કરી છે. અમુકે તો જણાવ્યું કે, તેમની પાસેથી પણ ફ્લેટ જાેવા માટે ૫-૧૦ હજાર રુપિયા એડવાન્સમાં માગ્યા હતા, જે બાદ રિફંડ નથી કર્યા. બેંગલુરુમાં ભાડાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં ૧મ્ૐદ્ભનું ભાડું ૧૫,૦૦૦-૩૦,૦૦૦ રુપિયા સુધી છે. આ ઉપરાંત ૨મ્ૐદ્ભ ૨૫,૦૦૦-૫૦,૦૦૦ રુપિયામાં મળે છે. ભાડે ઘર લેતા પહેલા સિક્યોરિટી ડિપોઝિટ કરવી પડે છે, જે આગામી ૬-૧૧ મહિનાનું ભાડું હોય છે. વળી બ્રોકરેજ પણ ૧ મહિનાનું ભાડું લેતા હોય છે. કેટલીય જગ્યા પર એડવાન્સ ૨-૩ મહિનાનું લેવામા આવે છે.
મકાન માલિકનો તર્ક છે કે ડિમાન્ડ વધારે હોવાથી તેઓ રિસ્ક લેવા નથી માગતા. કેટલાય ભાડુઆત બુકિંગ બાદ છોડી દેતા હોય છે. એટલા માટે પહેલા પૈસા લઈને પાક્કું કરે છે. પણ ભાડુઆતનું કહેવું છે કે આ શોષણ છે. જાેવા માટે પૈસા કેમ માગવાના? આ ટ્રેન્ડ ખાલી બેંગલુરુ સુધી મર્યાદિત નથી. મુંબઈ, પુણે, હૈદરાબાદ અને દિલ્હી જેવા શહેરોમાં પણ આવું જ થઈ રહ્યું છે.




