
CM વિજયનની જાહેરાત બાદ વિપક્ષનું વૉકઆઉટઅત્યંત ગરીબીથી મુક્ત થયું કેરળ : મુખ્યમંત્રી વિજયનકેરળમાં બોલાવવામાં આવેલા વિધાનસભાના એક વિશેષ સત્રમાં મુખ્યમંત્રીએ આ સિદ્ધિની જાહેરાત કરી હતીકેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને શનિવારે (૧ નવેમ્બર) વિધાનસભામાં જાહેરાત કરી કે, રાજ્ય હવે અત્યંત ગરીબીથી મુક્ત થઈ ગયું છે. કેરળના સ્થાપના દિવસ, કેરળ પિરવીના અવસરે બોલાવવામાં આવેલા વિધાનસભાના એક વિશેષ સત્રમાં મુખ્યમંત્રીએ આ સિદ્ધિની જાહેરાત કરી હતી.
જાેકે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)એ રાજ્ય સરકારના આ દાવાને બનાવટી અને ખોટું કહીને સત્રનો બહિષ્કાર કરી દીધો હતો. વિશેષ વિધાનસભા સત્ર શરૂ થતાં જ, વિપક્ષના નેતા વી.ડી. સતીસને કહ્યું કે, નિયમ ૩૦૦ દ્વારા મુખ્યમંત્રીનું નિવેદન સંપૂર્ણપણે બનાવટી અને ખોટું છે તેમજ આ ગૃહની અવમાનના હતી. તેથી અમે તેમાં ભાગ નહીં લઈ શકીએ અને સત્રનો સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ. આ છેતરપિંડી અને શરમજનક છે. ત્યારબાદ વિપક્ષી સભ્યોએ નારાબાજી કરતાં-કરતાં ગૃહમાંથી વૉકઆઉટ કરી દીધું હતું.
વિપક્ષના આરોપોનો જવાબ આપતા મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, જ્યારે યુડીએફ છેતરપિંડી શબ્દનો ઉપયોગ કરે છે, ત્યારે તેઓ પોતાના જ વર્તનની વાત કરી રહ્યા હોય છે. અમે જે કહીએ છીએ તે જ લાગુ કરી શકીએ છીએ. અમે જે કહ્યું હતું, તે લાગુ કર્યું છે. વિપક્ષના નેતાને આ જ અમારો જવાબ છે.




