
હાઈકોર્ટમાં કેરળ સરકારે કહ્યુંમુસ્લિમ છોકરીને હિજાબની ના પાડવી એ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘનહિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી પડકારાઈકેરળમાં પલ્લુરુથીમાં આવેલી ચર્ચ સંચાલિત સેન્ટ રીટા પબ્લિક સ્કૂલની અરજીના જવાબમાં દાખલ કરાયેલા સોગંદનામામાં કેરળ સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે, મુસ્લિમ છોકરીને શાળામાં હિજાબ પહેરવાની પરવાનગી ન આપવી, તે તેની પ્રાઇવસી અને ગરિમા પર હુમલો ગણાશે. વધુમાં, આ કૃત્ય બિનસાંપ્રદાયિક શિક્ષણ મેળવવાના તેના અધિકારનો ઇનકાર કરવા સમાન છે. સરકારે સ્પષ્ટતા કરી કે છોકરીનો હિજાબ પહેરવાનો અધિકાર, જે તેને ઘરમાં અને ઘરની બહાર મળેલ છે, તે શાળાના દરવાજા પર સમાપ્ત થતો નથી.
શાળા દ્વારા અરજીમાં સામાન્ય શિક્ષણ વિભાગના તે નિર્દેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં મુસ્લિમ છોકરીને હિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી આપવામાં આવી હતી. આ ઉપરાંત, શાળાએ વિભાગની તે નોટિસને પણ પડકારી હતી, જેમાં શિક્ષણ સંસ્થામાં ગંભીર ગેરવ્યવસ્થા હોવાનું જણાવાયું હતું. જાેકે, શુક્રવારે જ્યારે આ કેસની સુનાવણી થઈ, ત્યારે છોકરી તરફથી હાજર થયેલા વકીલે કોર્ટને જણાવ્યું કે તેના માતા-પિતાએ હવે તેને આ શાળાના બદલે અન્ય કોઈ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ અપાવવાનો ર્નિણય લીધો છે.
વિદ્યાર્થીનીના માતા-પિતા દ્વારા આપવામાં આવેલી દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે કહ્યું કે વિવાદાસ્પદ મુદ્દાઓ પર જવાની જરૂર નથી. હાઈકોર્ટે રાજ્ય સરકારના વકીલની આ વાત પર પણ ધ્યાન આપ્યું કે બાળકના માતા-પિતાના વલણને જાેતાં, વિભાગ આ મામલે આગળ વધવા માંગતો નથી. જજ વી.જી. અરુણે કહ્યું, આ કોર્ટ જાેઈને ખુશ છે કે સારી સમજદારી દર્શાવવામાં આવી છે અને ભાઈચારો, જે આપણા મહાન બંધારણના મુખ્ય સિદ્ધાંતોમાંનો એક છે, તે મજબૂત રહ્યો છે. ઉચ્ચ ન્યાયાલયે રિટ અરજીનો નિકાલ કરી દીધો.




