
ડિવિઝન બેન્ચે આપી લીલી ઝંડી કેરળ હાઈકોર્ટેThe Kerala Story 2 પરનો સ્ટે હટાવ્યો ફિલ્મ નિર્ધારિત સમય મુજબ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મ ધ કેરળ સ્ટોરી ૨ના મેકર્સ માટે આજે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ફિલ્મની રિલીઝ પર લગાવવામાં આવેલો વચગાળાનો સ્ટે(રોક) સંપૂર્ણપણે હટાવી દીધો છે. આ આદેશ બાદ હવે ફિલ્મ નિર્ધારિત સમય મુજબ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકશે. અગાઉ સિંગલ જજની બેન્ચે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા કન્ટેન્ટ અને તેનાથી સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાની આશંકા વ્યક્ત કરીને ૧૫ દિવસ માટે રોક લગાવી દીધી હતી, જેને હવે ડિવિઝન બેન્ચે પલટી નાખી છે. ગુરુવાર, ૨૬ ફેબ્રુઆરીના રોજ જસ્ટિસ થોમસે ફિલ્મ વિરુદ્ધ થયેલી અરજીઓની સુનાવણી કરતા કડક વલણ અપનાવ્યું હતું. તેમણે ટિપ્પણી કરી હતી કે સેન્સર બોર્ડે આ ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં કદાચ ઉતાવળ કરી છે અને પ્રથમ દ્રષ્ટિએ ફિલ્મનું કન્ટેન્ટ કોઈ ખાસ સમુદાયને બદનામ કરતું હોય તેવું જણાય છે.
આ ર્નિણયને કારણે શુક્રવારે સવારે જે પ્રેક્ષકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું, તેમને ટિકિટના પૈસા રિફન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા અને સિનેમાઘર માલિકો મૂંઝવણમાં હતા. જાેકે, ફિલ્મ નિર્માતાઓએ આ આદેશ સામે તાત્કાલિક અપીલ કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જસ્ટિસ એસ.એ. ધર્માધિકારી અને પી.વી. બાલકૃષ્ણનની ડિવિઝન બેન્ચે ગુરુવારે મોડી રાત સુધી ખાસ સુનાવણી હાથ ધરી હતી અને આજે ૨૭ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪ વાગ્યે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ફિલ્મની રિલીઝ પરનો સ્ટે હટાવી દીધો છે. આ ર્નિણય ઘણો મહત્ત્વનો માનવામાં આવે છે કારણ કે તે ફિલ્મી સર્જનાત્મકતા અને અભિવ્યક્તિની આઝાદીના પક્ષમાં છે. હવે આ ફિલ્મ આજથી જ મોટા પડદા પર જાેઈ શકાશે અને અટવાયેલી રિલીઝ પ્રક્રિયા ફરી શરૂ કરી દેવામાં આવી છે.




