
ઇવેન્ટના ઓર્ગેનાઈઝર સહિત ૫ લોકોની ધરપકડ મુંબઈની મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝથી MBA ના બે વિદ્યાર્થીનાં મોત મ્યુઝિક કોન્સર્ટમાં અંદાજે ૪,૦૦૦ લોકો સામેલ થયા હતા. આ માટે દરેકે ૨૦૦૦ રૂપિયા એન્ટ્રી ફી ચૂકવી હતી મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલી નેસ્કો સેન્ટરની એક ઇવેન્ટમાં ડ્રગ્સના ઓવરડોઝને કારણે બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટના ૧૧ એપ્રિલની રાત્રે યોજાયેલા એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બની હતી. મૃતકોમાં એક યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે, જેઓ એમબીએના વિદ્યાર્થીઓ હતા. જાેકે, તેમણે કયા પ્રકારના નશીલા પદાર્થનું સેવન કર્યું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી.
મુંબઈની વનરાઈ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં આ મામલામાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક વ્યક્તિ આ ઇવેન્ટના આયોજન સાથે જાેડાયેલી છે. મુંબઈ પોલીસના દાવા મુજબ, મૃતકોને ડ્રગ્સ સપ્લાય કરનાર વ્યક્તિ પણ એક વિદ્યાર્થી જ છે. તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પાસેથી ૬થી ૭ નશીલી ગોળીઓ પણ જપ્ત કરવામાં આવી છે.આ મ્યુઝિક કોન્સર્ટમાં અંદાજે ૪,૦૦૦ લોકો સામેલ થયા હતા. આ માટે દરેકે ૨૦૦૦ રૂપિયા એન્ટ્રી ફી ચૂકવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક લોકોએ પ્રતિબંધિત ‘એમડીએમએ’ ડ્રગ્સ લીધું હતું. રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ ૩ લોકોએ શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન બેના મોત થયા હતા, જ્યારે એકની હાલત હજુ ગંભીર છે. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું કે એક વિદ્યાર્થીએ ઇવેન્ટમાં પહોંચતા પહેલા ટેક્સીમાં એક ગોળી લીધી હતી. ત્યારબાદ કાર્યક્રમ દરમિયાન બીજી ગોળી લેતા ‘ઓવરડોઝ’ થઈ ગયો હતો.નેસ્કો સેન્ટરે આ મામલે સત્તાવાર નિવેદન આપી તપાસમાં સંપૂર્ણ સહયોગ કરવાની ખાતરી આપી છે. વનરાઈ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ હેઠળ ગુનો નોંધ્યો છે. ધરપકડ કરાયેલા લોકોમાં ઇવેન્ટ ઓર્ગેનાઈઝર વિહાન ઉર્ફે આકાશ સામલ, સની વિનોદ જૈન, સિક્યોરિટી ટીમનો સભ્ય બાલકૃષ્ણન બલરામ અને અન્ય બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.





