
પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. તમલુક લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવારની નોમિનેશન રેલી દરમિયાન અથડામણ શરૂ થઈ હતી. કોલકાતા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં બીજેપી નેતા સુભેન્દુ અધિકારીએ કહ્યું, “તમામ નાગરિકો પીએમ મોદીના નામ પર રસ્તા પર ઉતરી આવ્યા છે. દરેક કમળ પરનું બટન દબાવવા માટે તૈયાર છે. અહીંથી ઉમેદવારો 2.5 લાખ મતોથી જીતશે.”
