
ચીન-પાકિસ્તાનની ઉંઘ ઉડી.DRDO એ પિનાકા લોન્ગ રેન્જ ગાઈડેડ રોકેટનું કર્યું સફળ ટેસ્ટિંગ.પિનાકા રોકેટ સિસ્ટમનું નામ ભગવાન શિવના ધનુષ પર રાખવામાં આવ્યું છે શરૂઆતમાં આ એક અનગાઈડેડ રોકેટ લોન્ચર હતુ.પિનાકા રોકેટ સિસ્ટમનું નામ ભગવાન શિવના ધનુષ પર રાખવામાં આવ્યું છે. શરૂઆતમાં આ એક અનગાઈડેડ રોકેટ લોન્ચર હતું, જેની મારક ક્ષમતા લગભગ ૪૦ કિલોમીટરની હતી. હવે તેના ગાઈડેડ સ્વરૂપને વિકસિત કરવામાં આવી રહ્યું છે, જેની રેન્જ ૧૨૦ કિલોમીટર સુધીની છે. પિનાકા LRGR ૧૨૦ને DRDO ની ઘણી લેબમાં મળીને વિકસિત કરવામાં આવ્યું છે. જેમાં પુણેની આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિસમેન્ટ, હૈદરાબાદની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબ અને રિસર્ચ સેન્ટર બિલ્ડીંગ સામેલ છે.પિનાકા LRGR ૧૨૦ની ખાસિયત એ છે કે તેની મારક ક્ષમતા ૧૨૦ કિલોમીટર સુધીની છે, જે જુના રોકેટ કરતા વધારે છે. આ પુરી રીતે ગાઈડેડ રોકેટ છે, જેમાં નેવિગેસન, ગાઈડન્સ અને કંટ્રોલ સિસ્ટમ લાગી છે. તેની સટીકતા એટલી વધારે છે કે તે ૧૦ મીટરના દાયરામાં લક્ષ્યને ભેદી શકે છે. ૨૦૨૧ બાદ ચીન તરફથી ૩૦૦ કિલોમીટરની રેન્જ વાળી રોકેટ સિસ્ટમ તૈનાત કર્યા બાદ ભારતીય સેનાએ DRDOને ૧૨૦ અને ૩૦૦ કિલોમીટર રેન્જ વાળા પિનાકા રોકેટ વિકસિત કરવાનો અનુરોધ કર્યો હતો. પિનાકાની લાંબી રેન્જ અને સટીક મારક ક્ષમતા ભારતને ચીન અને પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક લાભ આપે છે.
તેની વચ્ચે ફ્રાન્સે પણ પિનાકા સ-૩માં રસ દાખવ્યો છે. જેનાથી ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહયોગને વધુ મજબૂતી મળવાની આશા છે. પિનાકા LRGR ૧૨૦ની સફળતા આર્ત્મનિભર ભારતની દિશામાં એક મોટું પગલું છે અને તે ભારતીય સેનાને આધુનિક યુદ્ધ માટે એક ખુબ જ શક્તિશાળી હથિયાર પ્રદાન કરે છે.




