
તણાવની વચ્ચે મોદી સરકારનો મોટો ર્નિણય.ખાલિદા જિયાના અંતિમ સંસ્કારમાં જાેડાશે વિદેશમંત્રી એસ. જયશંકર.આ મુલાકાત ભારત-બાંગ્લાદેશની વચ્ચે પરંપરાગત અને મૈત્રીપૂર્ણ સંબંધોને પણ દર્શાવે છે.ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાના અંતિમ સંસ્કારમાં જાેડાશે. તેમની હાજરીને ભારત તરફથી શોક સંવેદના અને સન્માનના સંકેત તરીકે જાેવામાં આવી રહ્યું છે. આ મુલાકાત ભારત-બાંગ્લાદેશની વચ્ચે પરંપરાગત અને મૈત્રીપૂર્ણ સંબંધોને પણ દર્શાવે છે.બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીની એક મિટિંગ આજે બપોરે ૧૨.૩૦ કલાકે એક્ટિંગ ચેરમેન તારિક રહમાનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠક પૂર્વ પ્રધાનમંત્રી બેગમ ખાલિદા જિયાના આજે સવારે ૬ વાગ્યે નિધન બાદ બોલાવી હતી. બેઠકમાં નક્કી કર્યું કે બેગમ ખાલિદા જિયાના અંતિમ સંસ્કાર કાલે ઝોહર બાદ નેશનલ પાર્લિયામેન્ટ પ્લાઝામાં થશે. જેને ધ્યાન રાખી માનિક મિયા એવન્યૂ, મીરપુર રોડ અને ફાર્મગેટ વિસ્તારમાં ખાસ તૈયારી કરવામાં આવશે.
તેમને પાર્લિયામેન્ટ વિસ્તારના ઝિયા ઉદ્યાનમાં ઝિયાઉર રહમાનના મકબરાના કોમ્પ્લેક્સમાં દફનાવવામાં આવશે.બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ બીએનપી પ્રમુખ અને પૂર્વ પીએમ બેગમ ખાલિદા જિયાના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી અને લોકતંત્રની સ્થાપનાના સંઘર્ષમાં ખાલિદા જિયાનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. શેખ હસીનાએ તેને બાંગ્લાદેશની રાજનીતિ માટે એક મોટી ક્ષતિ ગણાવી અને તેમના દીકરા તારિક રહમાન, પરિવાર અને બીએનપી કાર્યકર્તાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે




