
સુપ્રીમ કોર્ટે આજે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટ અથવા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ સ્ટે ઓર્ડર છ મહિના પછી આપમેળે સમાપ્ત થઈ શકે નહીં.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું
સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણીય અદાલતોએ કેસોના નિકાલ માટે સમયમર્યાદા નક્કી કરવાનું ટાળવું જોઈએ. જોકે, કોર્ટે કહ્યું કે આ અપવાદરૂપ સંજોગોમાં થઈ શકે છે.