
AI આધારિત ટ્રેક મોનિટરિંગ સિસ્ટમ સહિતના પગલાંની જાહેરાત આરામદાયક મુસાફરી માટે રેલવે હવે કમ્પોઝિટ સ્લીપર્સનો ઉપયોગ કરશે રેલવે ટ્રેકની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે AI આધારિત દેખરેખ માટે ઇન્સ્પેક્શન વ્હિકલમાં ગ્રાઉન્ડ પેનિટ્રેશન રડાર ડિવાઇસિસ સ્થાપિત કરાશે રેલવે મંત્રાલયે રેલવે મુસાફરોને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવવા માટે કમ્પોઝિટ સ્લીપર્સ અને એઆઇ આધારિત ટ્રેક મોનિટરિંગ સિસ્ટમ સહિતના શ્રેણીબદ્ધ પગલાંની ગુરુવારે જાહેરાત કરી હતી. રેલવે બ્રિજ એપ્રોચ તથા પોઇન્ટ્સ અને ક્રોસિંગ પર હવે કમ્પોઝિટ સ્લીપર્સનો ઉપયોગ કરશે, જેનાથી સફર વધુ આરામદાયક બનશે અને આંચકા આવશે નહીં. મંત્રાલયે સ્પેશ્યલ એઆઇ ડિવાઇસથી ટ્રેકનું મોનિટરિંગ કરવાની પણ જાહેરાત કરી છે.હાલના લોખંડ અને કોન્ક્રિટના સ્લીપર્સને જગ્યાએ નવા કમ્પોઝિટ સ્લીપર હળવા હશે અને તે વધુ વજન વહન કરી શકશે.
આવા સ્લીપર વધુ સારુ કુશનિંગ ધરાવે છે. આ સ્લીપર્સનો ઉપયોગ જે સ્થાન પર થવાનો છે તેની ચોક્કસ પરિસ્થિતિઓના આધારે ડિઝાઇન અને ઇન્સ્ટોલ કરી શકાય છે. તેમના ઉપયોગથી ખાસ કરીને બ્રિજ, પોઈન્ટ અને ક્રોસિંગ પરથી પસાર થતી વખતે મુસાફરી વધુ આરામદાયક બને છે. કમ્પોઝિટ સ્લીપર્સ મિશ્ર સામગ્રીમાંથી બનાવાય છે અને પ્રતિ ચોરસ સેન્ટીમીટર ૭૦૦ કિલોગ્રામ સુધીનો ભાર સહન કરી શકે છે. આનાથી રેલવે માટે સ્લીપર્સની જાળવણી ખર્ચમાં ઘટાડો થવાની ધારણા છે. રેલવે ટ્રેકની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે AI આધારિત દેખરેખ માટે ઇન્સ્પેક્શન વ્હિકલમાં ગ્રાઉન્ડ પેનિટ્રેશન રડાર ડિવાઇસિસ સ્થાપિત કરાશે. રેલવે બોર્ડે તેના તમામ ઝોનને આદેશ આપીને જણાવ્યું છે કે ફક્ત સ્ટેશન માસ્ટર જ ટ્રેનને ટ્રેકમાં પ્રવેશવાની મંજૂરી આપવા માટે અધિકૃત છે.વ્હીલ-સેન્સિંગ સિસ્ટમ ખોટી રીતે ટ્રેકને વ્યસ્ત દર્શાવતી હોવાનું ચકાસણીમાં બહાર આવ્યા પછી આ આદેશ અપાયો છે. ઘણીવાર ટેકનિકલ ખામીઓને કારણે વ્હીલ-સેન્સિંગ મશીન (એક્સલ કાઉન્ટર) ભૂલથી ટ્રેકને વ્યસ્ત બતાવે છે. આવા સ્થિતિ સેફ્ટી પ્રોટોકોલ મુજબ માત્ર સ્ટેશન માસ્ટર કે આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર્સ જ મેન્યુફલી કન્ફર્મેશન આપી શકશે.





