
યાત્રા એ મૂળભૂત હક છે, તે સરકારની ભેટ નહીં પણ તેની પ્રથમ જવાબદારી.પાસપોર્ટ સત્તાવાળા રિન્યુઅલ માટે ભાવિ પ્રવાસની વિગતો માંગી ના શકે: સુપ્રીમ.આરોપીએ જામીનની શરત તરીકે કોર્ટમાં પાસપોર્ટ જમા કર્યો હતો અને પાસપોર્ટ રિન્યૂ કરવાની અરજી કરી હતીસુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે પાસપોર્ટ સત્તાવાળા પાસપોર્ટ રિન્યૂ કરતી વખતે અરજદારની ભવિષ્યની મુસાફરી યોજનાઓ અથવા વિઝાની વિગતો માગી શકે નહીં. બંધારણ મુજબ નાગરિકોને ફરવાનો, મુસાફરી કરવાનો, આજીવિકા મેળવવાનો મૂળભૂત હક મળેલો છે અને પાસપોર્ટ સત્તાવાળાનું કામ ફક્ત એ જાેવાનું છે કે કોર્ટે ફોજદારી કેસ હોવા છતાં મુસાફરીની મંજૂરી આપેલી છે કે નહીં.ન્યાયાધીશ વિક્રમ નાથ અને એજી મસીહની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે આપણી બંધારણીય યોજનામાં સ્વતંત્રતા એ સરકારે આપેલી ભેટ નથી, પરંતુ તે સરકારની પ્રથમ ફરજ છે.
ભારતના બંધારણની કલમ ૨૧ હેઠળ નાગરિકને ફરવાની, મુસાફરી કરવાની, આજીવિકા મેળવવાની અને તક મેળવવાની સ્વતંત્રતાની ગેરંટી અપાઈ છે.સર્વાેચ્ચ અદાલતે કહ્યું કે સરકારે કાયદા દ્વારા સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થાના હિતમાં કોઇ વ્યક્તિની યાત્રાની સ્વતંત્રતાને નિયંત્રિત અથવા પ્રતિબંધિત કરી શકે છે, પરંતુ આવા નિયંત્રણ જરૂરી હોય તેટલા મર્યાદિત અને કાયદામાં સ્પષ્ટપણે સ્થાપિત હોવા જાેઈએ. સુપ્રીમે કોલસાના બ્લોકની ફાળવણીમાં દોષિત મહેશ કુમાર અગ્રવાલની અરજી પર આ આદેશ આપ્યો હતો.મહેશ કુમાર ઝારખંડના રાંચીમાં NIA કોર્ટમાં UAPA ના આરોપોનો સામનો કરી રહ્યાં છે. તેમણે જામીનની શરત તરીકે કોર્ટમાં પાસપોર્ટ જમા કર્યાે હતો અને પાસપોર્ટ રિન્યૂ કરવાની અરજી કરી હતી. તેમનો પાસપોર્ટ ૨૦૨૩માં એક્સ્પાયર થયો હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે કોલ કૌભાંડમાં અગ્રવાલની સજાને સ્થગિત કરનાર દિલ્હી હાઇકોર્ટ અને રાંચીની એનઆઇએ કોર્ટે પાસપોર્ટ રિન્યુઅલ માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપ્યું હતું. જાે કોઈ વ્યક્તિ સામે ફોજદારી કેસ પેન્ડિંગ હોય તો તેને પાસપોર્ટ રિન્યુ કરવા અથવા મેળવવા માટે કોર્ટની પરવાનગી (NOC)ની જરૂર પડી શકે છે, પરંતુ આ ર્નિણય કોર્ટ દ્વારા લેવામાં આવશે, પાસપોર્ટ ઓથોરિટી દ્વારા નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાસપોર્ટ નિયમો નિષ્પક્ષ રીતે લાગુ કરવા જાેઈએ અને તેનો ઉપયોગ લોકોને હેરાન કરવા માટે ન થવો જાેઈએ.




