
EPFOની કર્મચારીઓને મોટી ભેટ.કર્મચારીઓ એપ્રિલથી UPI દ્વારા ઉપાડી શકશો પૈસા.એપ્રિલ ૨૦૨૬ સુધીમાં આવું થઈ શકે છે : આ સુવિધા શરૂ થવાથી ૮ કરોડથી વધુ સભ્યોને ફાયદો મળશે.પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પીએફ ઉપાડ અંગે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે જેથી કરીને હવે EPFO સભ્ય યુપીઆઈ દ્વારા સીધી બેંક એકાઉન્ટમાં પીએફની રકમ ટ્રાન્સફર કરી શકશે. એપ્રિલ ૨૦૨૬ સુધીમાં આવું થઈ શકે છે. આ સુવિધા શરૂ થવાથી ૮ કરોડ સભ્યોને ફાયદો મળશે અને પ્રોસેસમાં જે સમય લાગતો હતો તે હવે બંધ થઈ જશે. લેબર મિનિસ્ટ્રી અને EPFO તરફથી સોફ્ટવેરની ખામીઓને ઠીક કરાઈ રહી છે જેથી કરીને નવી સિસ્ટમને યોગ્ય રીતે શરૂ કરવામાં આવી શકે.
અત્યાર સુધી એવી સિસ્ટમ હતી કે પીએફ ઉપાડવો હોય તો ક્લેમ ફાઈલ કરવો પડતો હતો. જેમાં ઘણો સમય પણ જતો હતો. મીડિયા રિપોર્ટ મુજબ નવી સિસ્ટમ આવ્યા બાદ સભ્યો પોતાના લિંક્ડ બેંક ખાતામાંUPI દ્વારા સીધી રકમ ટ્રાન્સફર કરી શકશે. આ ઉપરાંત તમે પીએફ બેલેન્સને PIN નોંધાવીને અપ્રુવ કરાવી શકશો. પૈસા સીધા તમારા બેંક એકાઉન્ટમાં આવશે નહીં તો તમે ATM થી કાઢી શકશો અથવા ડિજિટલ પેમેન્ટ કરી શકશો. આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ સુરક્ષિત અને ઝડપી હશે. EPFO બેંકિંગ લાઈસન્સ નહીં હોવાના કારણે સીધા પૈસા આપી શકે નહીં. પરંતુ યુપીઆઈથી બેંક દ્વારા ટ્રાન્સફર કરી શકાશે.
EPFO એ આ અગાઉ ઓટો સેટલમેન્ટ શરૂ કર્યું હતું. જેમાં ક્લેમ ફાઈલ કર્યાના ત્રણ દિવસમાં પૈસા ઈલેક્ટ્રોનિક રીતે મળી જાય છે, અને કોઈ પણ મેન્યુઅલ કામ કરવું પડતું નથી. હવે તેની લિમિટ વધારીને એક લાખથી પાંચ લાખ કરાઈ છે. તેના દ્વારા કોઈ પણ બીમારી, એજ્યુકેશન, લગ્ન અને ઘર માટે જલદી પૈસા મળી શકશે. કોરોના કાળમાં શરૂ કરાયેલી આ સુવિધા કર્મચારીઓના હિતમાં અમલી છે.
આંશિક ઉપાડના નિયમોને વધુ સરળ બનાવવામાં આવી રહ્યા છે. ઓક્ટોબર ૨૦૨૫માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) તરફથી પીએફની આંશિક ઉપાડના નિયમોને સરળ બનાવવામાં આવ્યા હતા. યુનિયન લેબર મિનિસ્ટર મનસુખ માંડવિયા તરફથી તેને મંજૂરી મળી ગઈ હતી. હવે ૧૨ જટિલ નિયમોને ભેગા કરીને ૩ કેટેગરીમાં વહેંચી નાખવામાં આવ્યા છે. હવે વિશેષ પરિસ્થિતિ હેઠળ તમે ૧૦૦% ઉપાડી શકશો. પરંતુ આમ છતાં ૨૫ ટકા બેલેન્સ હંમેશા ફ્રીઝ રહેશે. તેનાથી રિટાયરમેન્ટ માટે એક સારું ફંડ ભેગું થઈ શકશે અને ૮.૨૫% વ્યાજ કમ્પાઉન્ડિંગથી વધતું રહશે.
દર વર્ષે EPFO દ્વારા ૫ કરોડથી વધુ ક્લેમ સેટલ થાય છે. જેમાંથી મોટાભાગના પીએફ ઉપાડ વિશે હોય છે. જૂની પ્રોસેસમાં ડોક્યુમેન્ટ, મેન્યુઅલ ચેકિંગથી વિલંબ થતો હતો. નવી સિસ્ટમમાં હવે ડોક્યુમેન્ટની જરૂરિયાતને ખતમ કરી દેવાઈ છે. ૧૦૦ ટકા ક્લેમ ઓટો સેટલમેન્ટની સુવિધા શરૂ કરવાની તૈયારી છે. આ સુવિધા શરૂ થવાની સાથે જ ક્લેમ ફાઈલ કરવાની ઝંઝટ પણ ખતમ થઈ જશે. આ ઉપરાંત સિક્યોર અને ફાસ્ટ ટ્રાન્સફરની સુવિધા મળશે.




