
નૌકાદળના કેપ્ટન મૃદુલ શાહને તેમના ઘરનો માલિકી હક્ક મળ્યો છે. આ કેસની શરૂઆત 1960માં થઈ હતી, જ્યારે મૃદુલ શાહ (53)ને રોઝ બેંક કોટેજ વારસામાં મળી હતી. જે એરફોર્સના નિવૃત્ત અધિકારીની પત્ની નીલમ સિંહના પરિવારને દર મહિને 100 રૂપિયાના ભાડા પર આપવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી આ મિલકત નીલમના પરિવારના કબજામાં હતી. કોર્ટના નિર્ણયના 58 વર્ષ બાદ મૃદુલ શાહને તેમના ઘરનો કબજો મળ્યો છે.
મામલો ક્યારે શરૂ થયો?
નેવલ કેપ્ટન મૃદુલ શાહ (53)એ 1960માં નીલમ સિંહના પરિવારને રોઝ બેંક કોટેજ આપ્યું હતું. જેના માટે નીલમનો પરિવાર દર મહિને 100 રૂપિયા આપતો હતો. આ પછી મૃદુલ શાહે ભાડુઆતને 2016માં મિલકત ખાલી કરવા વિનંતી કરી હતી. તેણે કહ્યું કે નેવીમાં 23 વર્ષની સેવા કર્યા બાદ તેને તેના પરિવાર માટે ઘરની જરૂર હતી. ભાડૂતને ઘર ખાલી કરાવવાની આ લડાઈમાં શાહે 2017માં સિવિલ કેસ જીત્યો હતો, પરંતુ નીલમ સિંહે આ નિર્ણયને નૈનીતાલ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.
શું છે કોર્ટનો નિર્ણય?
નૌકાદળ અધિકારીનું પ્રતિનિધિત્વ કરતા વકીલ નીરજ શાહે કહ્યું કે, રોઝ બેંક કોટેજ 1966માં હરપાલ સિંહને ભાડે આપવામાં આવ્યું હતું. તેમના મૃત્યુ પછી તેમની પત્ની અને પુત્રી ત્યાં જ રહ્યા. માતાના અવસાન બાદ પુત્રી નીલમ ભાડુઆત બની હતી. મૃદુલે કોર્ટને કહ્યું કે આ મિલકત સિવાય તેની પાસે બીજું કોઈ ઘર નથી. તેણે કહ્યું કે, મેં ઘણા હોદ્દા પર કામ કર્યું છે અને હું મારા પરિવારને હંમેશા મારી સાથે રાખી શકતો નથી. મારે આ ઘરની જરૂર છે જેથી મારો પરિવાર એક જગ્યાએ રહી શકે.
નીલમે અરજીમાં દલીલ કરી હતી કે નૌકાદળ તેના કર્મચારીઓને રહેઠાણની સુવિધા પૂરી પાડે છે. મારા પરિવારને મિલકત પર રહેવા માટે વધુ સમયની જરૂર છે. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મૃદુલની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે મિલકતના માલિકને પોતાના વારસાનો તે ઇચ્છે તે રીતે ઉપયોગ કરવાનો અધિકાર છે. મિલકતનો ઉપયોગ કેવી રીતે કરવો તે ભાડૂત નક્કી કરી શકતા નથી.
