
શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો ર્નિણય.શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો ર્નિણય.શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો ર્નિણય.મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે એક મોટો ર્નિણય લેતા હવે પછીની ચૂંટણીઓમાં શાહી માટે માર્કર પેનનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આગામી જિલ્લા પરિષદની ચૂંટણીઓથી આ નવો નિયમ લાગુ થશે. આ ર્નિણય પાછળનું મુખ્ય કારણ BMC (મુંબઈ મહાનગરપાલિકા) ચૂંટણી દરમિયાન આંગળી પરની શાહી સરળતાથી ભૂંસાઈ જવાને કારણે સર્જાયેલો વિવાદ છે.
BMC ચૂંટણી દરમિયાન મતદાન કર્યા પછી મતદારોની આંગળી પર જે અમીટ શાહી લગાવવામાં આવે છે, તે સરળતાથી નીકળી જતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મુદ્દો ત્યારે વધુ ગરમાયો જ્યારે કલ્યાણના સ્દ્ગજી ઉમેદવાર ઉર્મિલા તાંબેએ સૌથી પહેલા આ અંગે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ જાણીજાેઈને આવી નબળી શાહી વાપરે છે જેથી સત્તાધારી પક્ષને ફાયદો થાય અને નકલી વોટિંગ કરાવી શકાય.ઉર્મિલા તાંબેની ફરિયાદ બાદ જ્યારે મીડિયાકર્મીઓએ આની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે આંગળી પર એસીટોન લગાવતા જ શાહી તરત જ સાફ થઈ ગઈ હતી.
વિપક્ષી શિવસેના(UBT) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું. તેમણે ચૂંટણી પ્રક્રિયાની ખામીઓ ગણાવતા એવો આરોપ લગાવ્યો કે, વોટ આપ્યા પછી આંગળી પર લગાવવામાં આવતી શાહી બહુ આસાનીથી ભૂંસાઈ જાય છે. આ મામલે ચૂંટણી પંચની જવાબદારી નક્કી થવી જાેઈએ.
બીજી તરફ, BMC કમિશનર ભૂષણ ગગરાણીએ પણ આ વાત સ્વીકારી છે કે માર્કર પેનથી કરવામાં આવેલું નિશાન કાયમી નથી અને તેને સહેલાઈથી સાફ કરી શકાય છે.
જાેકે, ચૂંટણી પંચના જનસંપર્ક અધિકારી (PRO)એ બચાવ કરતા કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ એક જૂની પદ્ધતિ છે. વર્ષ ૨૦૧૨થી જ ચૂંટણીઓમાં માર્કર પેનનો ઉપયોગ કરવામાં આવે છે અને આ વખતે પણ એ જ પદ્ધતિ અપનાવવામાં આવી છે.
આ વિવાદ અંગે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આકરું વલણ અપનાવતા કહ્યું કે, ચૂંટણી પંચ નાગરિકોને ભ્રમિત કરી રહ્યું છે. વોટની ચોરી કરવી એ રાષ્ટ્રવિરોધી કામ છે. જેના કારણે લોકશાહીમાં વિશ્વાસ ઘટે છે, જે ચિંતાજનક છે.
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું છે કે, આંગળી પર લગાવેલી શાહી ભૂંસવાનો પ્રયાસ કરીને મતદારોમાં ગેરસમજ ઉભી કરવી એ એક પ્રકારની ગેરરીતિ છે. આ ઉપરાંત, જાે કોઈ વ્યક્તિ આંગળી પરની શાહી ભૂંસીને ફરીથી મતદાન કરવા જશે, તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, શાહી ભૂંસીને ગરબડ કરવાનો પ્રયાસ કરનાર મતદાર કોઈ પણ સંજાેગોમાં ફરીથી વોટ આપી શકશે નહીં.
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે આ અંગે વધુમાં કહ્યું કે, આ બાબતે પહેલેથી જ પૂરતી સાવચેતી રાખવામાં આવી રહી છે. દરેક મતદારના મતદાનનો રેકોર્ડ રાખવામાં આવે છે, તેથી માત્ર શાહી ભૂંસી નાખવાથી ફરી મતદાન કરવું શક્ય નથી. તમામ અધિકારીઓને આ બાબતે સતર્ક રહેવા માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.




