
ચૂંટણી પંચે આપ્યો સ્પષ્ટ જવાબ શું દેશમાં ચૂંટણી લડવાની લઘુતમ ઉંમર ૨૧ વર્ષ કરાશે? રિપોર્ટ મળી તો તેણે પ્રતિક્રિયા મંતવ્યો સમિતિને મોકલ્યા કે અમે ચૂંટણી લડવાની ઉંમર ઘટાડવાના પક્ષમાં નથી
હાલમાં દેશમાં સંસદીય અને વિધાનસભા ચૂંટણી લડવા માટે લઘુત્તમ ઉંમર ૨૫ વર્ષ છે. તેને ઘટાડીને પંચાયત અને સ્થાનિક ચૂંટણીઓની જેમ ૨૧ વર્ષ કરવા અંગે સંસદની સ્થાયી સમિતિની ભલામણ સાથે ઈલેક્શન કમિશન સહમત નથી. વાસ્તવમાં જ્યારે ચૂંટણી પંચને આ બાબતે સમિતિના ભલામણ વાળી રિપોર્ટ મળી તો તેણે પ્રતિક્રિયા મંતવ્યો સમિતિને મોકલ્યા કે અમે ચૂંટણી લડવાની ઉંમર ઘટાડવાના પક્ષમાં નથી. આનું કારણ એ છે કે, જાે ૧૮ વર્ષની ઉંમરે વોટ આપી પણ દીધો તો આ અવસ્થામાં એટલી પરિપક્વતા નથી આવતી કે, યુવાનો સંસદ અથવા વિધાનસભા જેવા મહત્વપૂર્ણ પદની જવાબદારીઓને સમજવા અને સંભાળવાની ગંભીરતા હાંસલ કરી લે.
સંસદની સ્થાયી સમિતિનું નેતૃત્વ હાલમાં ભાજપના સાંસદ બ્રિજલાલ કરી રહ્યા છે. સમિતિના અહેવાલમાં જણાવાયું છે કે, વિકસિત અને નવા જમાનાની વિચારધારા ધરાવતા યુવાનોને લોકશાહી પ્રક્રિયાઓથી રૂબરૂ કરાવવા અને આંતરરાષ્ટ્રીય માહોલને ધ્યાનમાં રાખીને દેશે ચૂંટણી લડવા માટેની લઘુત્તમ ઉંમર ૨૫થી ઘટાડીને ૨૧ વર્ષ કરવા પર ફરીથી ગંભીરતાપૂર્વક વિચાર કરવો જાેઈએ.
જાેકે, નિષ્ણાતોનું માનવું છે કે, આ ફેરફારને ગતિ આપ્યા બાદ દેશભરમાં ઓછામાં ઓછા ૮ કરોડ વધુ યુવાનો ચૂંટણી લડવા માટે વય લાયકાત પૂર્ણ કરવા માટે લાયક બની જશે. સ્થાયી સમિતિએ કાયદા અને ન્યાય મંત્રાલયને પરામર્શ માટે મોકલવામાં આવેલા પોતાના અહેવાલ સાથે આશા વ્યક્ત કરી હતી કે, આ પ્રસ્તાવ પર વિવિધ વિભાગો વચ્ચે વ્યાપક ચર્ચા થવી જાેઈએ. જેમાં યુવા સંગઠનો, બંધારણીય નિષ્ણાતો, સામાજિક અને નાગરિક સમાજ સંગઠનો જેવા હિતધારકોને સામેલ કરીને તેમના મંતવ્યો મેળવવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, ચૂંટણી લડવા માટે ઉંમર ઘટાડવાની એક ભલામણ ૨૦૨૩માં પણ કરવામાં આવી હતી, ત્યારે તો ચૂંટણી લડવાની ઉંમર ૨૫ વર્ષથી ઘટાડીને ૧૮ વર્ષ કરવાની ભલામણ કરવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૨૩માં, સંસદની સ્થાયી સમિતિએ વિધાનસભા અને લોકસભા ચૂંટણી લડવા માટે લઘુત્તમ ઉંમર ૨૫થી ઘટાડીને ૧૮ વર્ષની કરવાની ભલામણ કરી હતી. સમિતિએ કેનેડા, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા પશ્ચિમી દેશોનું અનુકરણ કરીને આ ભલામણ કરી હતી. આ દેશોમાં મતદાનની ઉંમર અને ચૂંટણી લડવાની ઉંમર સમાન છે.
ભારતમાં હાલમાં કુલ મતદાતા એક અબજની આસપાસ છે, એટલે કે, ૯૯ કરોડથી વધુ. તેમાં ૨૦થી ૨૯ વર્ષની ઉંમર વાળા ૧૯ કરોડ ૭૪ લાખ વોટર છે. જાેકે, તેમાં પણ ૨૧થી ૨૫ વર્ષની ઉંમરના ૮ કરોડ મતદાતા છે. દેશભરમાં ૧૮ થી ૧૯ વર્ષની ઉંમરના ૧ કરોડ ૮૪ લાખ વોટર છે.




