![Zero Error Agency](https://www.garvigujarat.co.in/wp-content/uploads/2024/06/Zero-Error-Agency-Prafull-ADVT-1600-×-408-px.gif)
તેલંગાણાના ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ધારાસભ્ય લાસ્યાનું શુક્રવારે સાંગારેડ્ડી જિલ્લાના પઠાનચેરુ ખાતે એક જીવલેણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સિકંદરાબાદ કેન્ટના ધારાસભ્ય 33 વર્ષના હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક અનિયંત્રિત કાર ડિવાઈડર સાથે અથડાઈ. બીઆરએસના વડા કે. ચંદ્રશેખર રાવે નંદિતાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. બીઆરએસના કાર્યકારી પ્રમુખ કેટી રામારાવે પણ ધારાસભ્યના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે આજે વહેલી સવારે જ્યારે ધારાસભ્ય સિકંદરાબાદથી સદાશિવપેટ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. કારચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ધારાસભ્યનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
![પહેલા પિતા પોતાનો કાર્યકાળ ન કરી શક્યા પૂરો, હવે તે જ બેઠકના મહિલા ધારાસભ્યનું થયું દર્દનાક મોત 2 image 477](http://garvigujarat.co.in/wp-content/uploads/2024/02/image-477.png)
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટનચેરુ એરિયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. બાદમાં તેમને ચિક્કડપલ્લી સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ નંદિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રેડ્ડીએ ટ્વિટર પર કહ્યું, “હું કેન્ટના ધારાસભ્ય લસ્યા નંદિતાના અકાળે અવસાનથી ઊંડો આઘાત અનુભવું છું. નંદિતાના પિતા સ્વર્ગસ્થ સાયન્ના સાથે મારો ગાઢ સંબંધ હતો. ગયા વર્ષે આ મહિનામાં તેમનું અવસાન થયું હતું. નંદિતા પણ હવે નથી રહ્યાં એ ખૂબ જ દુઃખની વાત છે. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના આત્માને શાંતિ આપે.”
નંદિતા અગાઉ નાલગોંડાથી હૈદરાબાદ પરત ફરતી વખતે માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ હતી. ગયા વર્ષે 19 ફેબ્રુઆરીએ તેમના પિતાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. જે બાદ નંદિતા કેન્ટોનમેન્ટ વિસ્તારમાંથી ચૂંટણી જીતી હતી.
![Zero Error Ad](https://www.garvigujarat.co.in/wp-content/uploads/2024/06/Zero-Error-Agency-Prafull-ADVT-1600-×-408-px.gif)