અમેરિકન મોટર વાહન ઉત્પાદક કંપની ફોર્ડ ફરી ભારત પરત ફરશે. આજથી ત્રણ વર્ષ પહેલા કંપનીએ ભારતમાં તેના પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત કરી હતી. હવે કંપનીએ શુક્રવારે ફરી ભારત પરત ફરવાની જાહેરાત કરી છે. કંપનીએ આ સંબંધમાં તમિલનાડુ સરકારને લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) પણ સુપરત કર્યો છે. કંપની અહીંથી નિકાસ બજાર માટે મોટર વાહનોનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે.
કંપનીની કાર ભારતીય બજારમાં ઉપલબ્ધ થશે નહીં
કંપનીએ વૈશ્વિક બજારો માટે ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ચેન્નાઈ સુવિધાનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું છે. આ નિર્ણય પહેલા રાજ્યના સીએમ એમકે સ્ટાલિને તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન ફોર્ડના નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે આ બેઠક બાદ ‘મેક ઇન ચેન્નાઇ’ની યોજના સામે આવી છે. (ford manufacturing start date in india)
12,000 લોકોને રોજગારી આપે છે
ફોર્ડે કહ્યું, “ફોર્ડ હાલમાં તમિલનાડુમાં વૈશ્વિક બિઝનેસ ઓપરેશન્સમાં 12,000 લોકોને રોજગારી આપે છે. આગામી ત્રણ વર્ષ દરમિયાન આ સંખ્યામાં વધુ 2,500 થી 3,000નો વધારો થઈ શકે છે. કંપનીનું ગુજરાતના સાણંદમાં એન્જિન યુનિટ છે જે વિશ્વભરમાં ફોર્ડના બીજા સૌથી મોટા પગારદાર કર્મચારીઓનું ઘર છે. (ford manufacturing city in india)
ફોર્ડ પછી આ કંપનીઓએ પોતાનું સ્થાન બનાવ્યું
જ્યારે ફોર્ડ ભારતમાં બિઝનેસ કરતી હતી ત્યારે દેશમાં મારુતિ, મહિન્દ્રા, ટાટા, ટોયોટા અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓ હતી. તે સમયે ફોર્ડને લાગ્યું કે ભારતમાં તેના માટે બહુ આશા નથી, તેથી કંપનીએ ભારતમાં તેનો બિઝનેસ બંધ કરી દીધો. પરંતુ છેલ્લા 2 થી 3 વર્ષોમાં, Kia અને MG મોટર્સે બજારમાં પોતાની પકડ જમાવી છે, જેના કારણે ફોર્ડ ફરી એકવાર ભારતમાં પુનરાગમન કરવા માટે આશાવાદી છે.