
ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરવા જ્યાંથી મળે ત્યાંથી ખરીદવાનો પ્રયાસ રશિયા સહિત દરેક વિકલ્પથી LPG મેળવવા ભારત તૈયાર: સરકાર ઇરાન સામે અમેરિકા અને ઇઝરાયેલના યુદ્ધને કારણે મધ્યપૂર્વમાં તંગદિલીમાં વધારો થયો છે ત્યારે ભારતે આ હિલચાલ કરી છે
મધ્યપૂર્વમાં સંઘર્ષની વચ્ચે ભારત ઊર્જા પુરવઠા માટે વિકલ્પો વધારવા LPG જ્યાંથી મળે ત્યાંથી ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે.
જાે રશિયામાંથી ગેસ ઉપલબ્ધ બનશે તો ત્યાંથી પણ ખરીદી કરાશે, એમ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ રણધીર જયસ્વાલે ગુરુવારે જણાવ્યું હતું. તેમણે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર રશિયા પાસેથી LPG ખરીદવા પણ તૈયાર છે. અમે દરેક જગ્યાએથી, જ્યાં પણ ઉપલબ્ધ હોય ત્યાંથી LPG ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેથી જાે રશિયા ઉપલબ્ધ હશે, તો અમે ત્યાં પણ જઈશું. કારણ કે વર્તમાન પરિસ્થિતિ એવી છે કે આપણે ખાતરી કરવી પડશે કે આપણા લોકોની ઇંધણની જરૂરિયાતો પૂરી થાય. વિદેશ મંત્રાલયે દોહરાવ્યું હતું બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ અને અન્ય પડોશી દેશોએ ઊર્જા સપ્લાય પૂરો પાડવા ભારતને અનુરોધ કર્યાે છે. ભારત ૨૦૦૭થી બાંગ્લાદેશને વિવિધ પરિવહન માધ્યમો દ્વારા ડીઝલ સપ્લાય કરી રહ્યું છે અને અન્ય પડોશી દેશોની સાથે આ દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રને મદદ કરવાનું ચાલુ રાખશે. ભારત પોતાના જરૂરિયાતો, રિફાઇનિંગ ક્ષમતા અને ડીઝલ ઉપલબ્ધતા ધ્યાનમાં રાખીને પડોશી દેશોને સહાય આપી રહ્યું છે. ઇરાન સામે અમેરિકા અને ઇઝરાયેલના યુદ્ધને કારણે મધ્યપૂર્વમાં તંગદિલીમાં વધારો થયો છે ત્યારે ભારતે આ હિલચાલ કરી છે. આ યુદ્ધને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ખોરવાઈ ગયો છે. હોર્મુઝની ખાડીમાંથી જહાજાેને અવરવજર અટકી જઈ છે. આ સમુદ્રમાર્ગથી વિશ્વના પાંચમાં ભાગના ક્રૂડ ઓઇલનું પરિવહન થાય છે




