
અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે.ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે.એન્જિનિયરોએ આ પ્રોજેક્ટમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક મિસાલ કાયમ કરી છે.યુપીમાં આર્થિક ક્રાંતિ લાવવા જઈ રહેલો આ એક્સપ્રેસવે એન્જિનિયરિંગની અદભૂત નમૂનો છે. જેમાં લાખો ટન કચરાનો ઉપયોગ કરીને પર્યાવરણને બચાવવાનો પ્રયાસ થયો છે, તો બીજી તરફ તે ડિજિટલ નેટવર્કથી પણ સજ્જ છે.
ગંગા એક્સપ્રેસવેની સાથે ૨ મીટર પહોળો યુટિલિટી કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ કોરિડોરને કારણે ભવિષ્યમાં ઈન્ટરનેટ કેબલ કે ગેસ પાઈપલાઈન નાખવા માટે ક્યારેય રસ્તાને ખોદવો નહીં પડે. આ ઉપરાંત અહીં બિછાવવામાં આવેલા ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કથી ઉત્તર પ્રદેશના ૫૧૯ ગામોને હાઈસ્પીડ 5G કનેક્ટિવિટી મળશે. જ્યારે PM ઉર્જા ગંગા પરિયોજના હેઠળ હાઈવેની સાથે ગેસ પાઈપલાઈન પણ પસાર થશે, જે નજીકના ઉદ્યોગો અને ગામોને સસ્તું ઈંધણ પૂરું પાડશે.આ એક્સપ્રેસવે પર સુરક્ષા માટે સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (STMS) લગાવવામાં આવી છે, જે વોર રૂમ જેવા કંટ્રોલ રૂમથી સંચાલિત થશે. જાે કોઈ વાહન ખોટી દિશામાં વળશે કે અકસ્માત થશે, તો છૈં તરત જ કંટ્રોલ રૂમમાં રેડ એલર્ટ મોકલશે. જાે કોઈ ગાડી ૨ મિનિટથી વધુ સમય માટે હાઈવે પર ઉભી રહેશે, તો છૈં તેનું લોકેશન નજીકના પેટ્રોલિંગ યુનિટને મોકલી દેશે, જેથી મદદ માટે કોઈએ ફોન કરવાની પણ જરૂર નહીં પડે.
એન્જિનિયરોએ આ પ્રોજેક્ટમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક મિસાલ કાયમ કરી છે. એક્સપ્રેસવેના નિર્માણમાં લગભગ ૬૫ થી ૭૦ લાખ ટન ફ્લાય એશ (કોલસાની રાખ) નો ઉપયોગ થયો છે. આનાથી પર્યાવરણ પ્રદૂષિત થતું અટક્યું છે અને ૧૨૦ લાખ ઘન મીટર ફળદ્રુપ માટીનો બચાવ થયો છે. આ ઉપરાંત હાઈવેની બંને બાજુ અંદાજે ૧૮ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે.ગંગા એક્સપ્રેસવે પર માત્ર ૨૪ કલાકમાં ૧૦.૩ કિલોમીટર લાંબો કોંક્રિટ ક્રેશ બેરિયર બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ બેરિયર ૮૦ થી ૧૨૦ કિમીની ઝડપે દોડતા વાહનોની ટક્કર ઝીલવા માટે સક્ષમ છે, જે મુસાફરોની સુરક્ષામાં વધારો કરશે.





