
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જૂનમાં દરમિયાન મળી શકે છે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની આવતા મહિને થશે મુલાકાત ટ્રમ્પ ફ્રાન્સમાં G7 સમિટમાં હાજરી આપશે : આ બેઠક ૧૫થી ૧૭ જૂન દરમિયાન ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં યોજાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને મળી શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફ્રાન્સમાં G7 સમિટમાં હાજરી આપશે. આ બેઠક ૧૫થી ૧૭ જૂન દરમિયાન ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં યોજાશે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદીને G7 સમિટમાં આમંત્રણ આપ્યું છે. ૧૬ મહિનાથી વધુ સમયમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની આ પહેલી મુલાકાત હોઈ શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ માટે ફ્રાન્સની મુલાકાત લેવાના છે. એજન્સી અનુસાર, આ સમિટ ૧૫થી ૧૭ જૂન દરમિયાન યોજાવાની છે.
તાજેતરમાં, ફ્રાન્સના વિદેશ મંત્રાલયે આ મુલાકાતની પુષ્ટિ કરતું એક નિવેદન બહાર પાડ્યું હતું. આ નિવેદનમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર અને યુરોપ અને વિદેશ પ્રધાન જીન-નોએલ વચ્ચેની વાતચીતના મુખ્ય મુદ્દાઓની રૂપરેખા આપવામાં આવી હતી. આ વાતચીત ફ્રાન્સમાં અબે ડેસ વોક્સ-ડી-સેર્ને ખાતે G7 વિદેશ પ્રધાનોની બેઠક દરમિયાન થઈ હતી.
એક સત્તાવાર ફ્રેન્ચ પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, બંને મંત્રીઓએ એવિયન સમિટ (૧૫-૧૭ જૂન)માં વડા પ્રધાન મોદીની ભાગીદારીની પુષ્ટિનું સ્વાગત કર્યું. આને ધ્યાનમાં રાખીને, બંને મંત્રીઓએ ય્૭ના કાર્યમાં ભારતના યોગદાન પર ભાર મૂક્યો. ભારત ય્૭નો સભ્ય ન હોવા છતાં, ફ્રાન્સે તેને ભાગીદાર દેશ તરીકે આમંત્રણ આપ્યું છે.





